પાલનપુરમાં વડવાળા હનુમાનજી મહારાજ નો હવન યજ્ઞ અને લોકડાયરો યોજાયો..
આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ (AHP) રાષ્ટ્રીય બજરંગ દળ પાલનપુર દ્વારા હનુમાન જન્મોત્સવ નિમિત્તે શ્રી વડવાળા હનુમાનજીના મંદિરે હવન યજ્ઞ અને ભવ્ય લોકડાયરો યોજાયો હતો. આ કાર્યક્રમમાં બનાસકાંઠાના અને અન્ય તાલુકાઓના તેમજ પાલનપુર નગરમાંથી ખૂબ મોટી સંખ્યામાં હનુમાન ભકતો ઉપસ્થિત રહ્યા હતા દરેક ભક્તોએ વડવાળા હનુમાનજી મહારાજના દર્શન અને પ્રસાદીનો લાભ લીધો હતો આ કાર્યક્રમમાં નામાંકિત કલાકારો શ્રી મેઘરાજભાઈ ચૌધરી સાહિત્ય કલાકાર, અશોકભાઈ સુથાર ટેટુવાલા, અને બાળ કલાકાર પાયલબેન ઠાકોર મોરીયા એન્ડ પાર્ટીએ મોડી રાત સુધી ડાયરાની રમઝટ બોલાવી હતી આ કાર્યક્રમમાં જિલ્લાના પદાધિકારી ઇશ્વરભાઇ પટેલ, જતીનભાઈ સોની, અને ગૌમાતા બચાવો અભિયાન ના ગૌભક્ત વસંતભાઈ દેસાઈ પાવડાસણ પણ હાજર રહ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પાલનપુર ટીમ દ્વારા બહુ સરસ આયોજન વ્યવસ્થા કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો...