બગસરા તાલુકાના પીઠડીયા ગામે પ્રાથમિક શાળામાંથી ૧૨૦/-થેલી સિમેન્ટની ચોરી કરનાર પાંચ ઇસમોને સિમેન્ટ, તેમજ વાહન સહિત કુલ કિં.રૂ. ૩,૯૩,૨૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી, ચોરીનો ગુનો ડીટેક્ટ કરતી અમરેલી એલ.સી.બી. ટીમ

→ ગુન્હાની વિગતઃ-

બગસરા તાલુકાના પીઠડીયા ગામે પ્રાથમિક શાળાના બિલ્ડીંગનું બાંધકામ રોકહીલ એન્ટરપ્રાઇઝ કંસ્ટ્રકશન કંપની દ્વારા શરૂ હોય,

જે બિલ્ડીંગના બાંધકામ સબબ સિમેન્ટની થેલીઓ પ્રાથમિક શાળાના મેદાનમાં રાખવામાં આવેલ હતી,

ગઇ તા.૦૪/૦૪/૨૦૨૩ થી તા.૦૬/૦૪/૨૦૨૩ દરમિયાન પ્રાથમિક શાળાના મેદાનમાં રાખેલ સિમેન્ટની થેલી નંગ ૧૨૦/- કુલ કિ.રૂ.૪૩,૨૦૦/- ની કોઇ અજાણ્યા આરોપીઓ ચોરી કરી લઇ ગુનો કરેલ હોય,

જે અંગે કંન્સ્ટ્રકશનના સુપરવાઇઝર દિવ્યેશગીરી ધરમગીરી ગૌસ્વામી, ઉ.વ.૨૪, રહે.રામપરા, તા.ઉના, જિ.ગીર સોમનાથ વાળાએ

અજાણ્યા આરોપીઓ વિરૂધ્ધ ફરીયાદ આપતા

બગસરા પો.સ્ટે, એ પાર્ટ ગુ.ર.નં,

૧૧૧૯૩૦૦૯૨૩૦૭૬૬/૨૦૨૩ આઇ.પી.સી. કલમ ૩૭૯ મુજબનો ગુન્હો રજી. થયેલ.

જે અન્વયે અમરેલી એલ.સી.બી. ટીમ દ્વારા ઉપરોકત ગુનાના અજાણ્યા આરોપી અંગે સઘન તપાસ હાથ ધરવામાં આવેલ,

અને ગઇ કાલ તા.૦૭/૦૪/૨૦૨૩ નાં રોજ બગસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન મળેલ ચોક્કસ બાતમી હકિકત આધારે

બગસરા તાલુકાના પીઠડીયા ચોકડી પાસેથી ઉપરોકત ચોરીમાં ગયેલ સિમેન્ટની થેલીઓ બોલેરા ગાડીમાં હેરફેર કરતા પાંચ ઇસમોને પકડી પાડી, પકડાયેલ આરોપીઓ તથા મુદ્દામાલ આગળની કાર્યવાહી થવા બગસરા પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.

પકડાયેલ આરોપીઓની વિગતઃ-

(૧) હીરેન નારણભાઈ ગાધે, ઉ.વ.૨૫, રહે.તોરી, તા.વડીયા, જિ.અમરેલી.

(૨) રાહુલ મનુભાઇ વાવડીયા, ઉ.વ.૧૮, રહે.મોરસલ, તા.સાયલા, જિ.સુરેન્દ્રનગર હાલ રહે.તોરી, નારણભાઇ રાવતભાઇ ગાધેની વાડીએ. તા.વડીયા, જિ.અમરેલી

(૩) વજુ નાનજીભાઇ બોહરીયા, ઉં.વ.૩૨, રહે.તોરી, શીવપરા, તા.વડીયા, જિ.અમરેલી

(૪) સિધ્ધાર્થ ચંદુભાઇ કોટડીયા, ઉ.વ.૨૦, રહે.તોરી, તા.વડીયા, જિ.અમરેલી.

(૫) સંતોષ મેઘાભાઇ સાનીયા, ઉ.વ.૨૨, રહે.તોરી, તા.વડીયા, જિ.અમરેલી.

કબ્જે કરેલ મુદ્દામાલની વિગતઃ-

હાથી સિમેન્ટની કુલ થેલી નંગ ૧૨૦/- કિ.રૂ.૧૩,૨૦૦/- તથા એક બોલેરો ગાડી રજી. નં. જી.જે.૩૩,ટી. ૧૨૩૦

કિં.રૂ.૩,૫૦,૦૦૦/- મળી મળી કુલ કિ.રૂ.૩,૯૩,૨૦૦/- નો મુદ્દામાલ.

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક હિમકરસિંહ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. એ.એમ.પટેલ તથા પો.સ.ઈ. એમ.બી.ગોહિલ તથા પો.સ.ઈ. એમ.ડી.સરવૈયા તથા અમરેલી એલ.સી.બી.ના હેડ કોન્સ. અજયભાઇ સોલંકી, આદિત્યભાઈ બાબરીયા, તથા પો.કોન્સ. ઉદયભાઇ મેણીયા, તુષારભાઇ પાંચાણી, અશોકભાઈ સોલંકી દ્વારા કરવામાં આવેલ છે.

રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી.