ધાનેરા પોલીસે બાઈક ચાલકો ને હેલ્મેટ પહેરાવી ને દર રોજ પહેરવા ની કરી અપીલ..
ધાનેરા માં પોલીસે 50 બાઇક ચાલકો ને હેલમેટ પહેરાવ્યા..
અકસ્માતમાં બચવા પોલીસ ની વિનંતી, હાઇવે ઉપર હેલમેટ વગરના બાઇક સવારો હવે દંડાશે..
ધાનેરામાં અકસ્માતો માં બાઇક સવારોના માથામાં ઇજાના કારણે મોત થતા હોવાથી ધાનેરા પોલીસ દ્વારા હેલમેટ ફરજીયાત કરવા માટે પ્રથમ દિવસે 50 જેટલા લોકોને માર્કેટયાર્ડ ના સહયોગ થી ફ્રી માં હેલમેટ વિતરણ કરવામાં આવ્યા..
અને શનિવાર થી હેલમેટ વગરના લોકો સામે કાર્યવાહી શરૂ કરવામાં આવશે..
સરકાર દ્વારા બાઇક ચાલક ને હેલમેટ અને ગાડીમાં સીટબેલ્ટ ફરજીયાત કરવામાં આવેલ છે..
અને જો ન પહેરે તો દંડની પણ જોગવાઇ કરવામાં આવેલ છે, તેમ છતાં લોકો બાઇક ચલાવતી વખતે હેલમેટ પહેરતા ન હોવાથી અકસ્માતમાં બાઇક સવાર ના માથાના ભાગે ઇજા થવાથી મોત થાય છે..
ધાનેરા માં એક મહીના માં બાઇકના પાંચ અકસ્માત માં ચાર લોકોના માથામાં ઇજાના કારણે મોત થતાં ધાનેરા પોલીસ ઇનસ્પેક્ટર એ.ટી.પટેલ દ્વારા ધાનેરા માર્કેટયાર્ડ ના ચેરમેન ભુરાભાઇ પટેલ ને વાત કરતાં તેઓએ હેલમેટ માટે સહયોગ આપતા ધાનેરા પોલીસે શુક્રવારે 50 જેટલા પ્રથમ આવનાર હેલમેટ વગરના બાઇક સવારો ને હેલમેટ પહેરાવ્યા હતા..
અને તેઓ ને ફરજીયાત હેલમેટ પહેરવાની સુચના આપવામાં આવી હતી..
તેમજ અન્ય બાઇક ચાલકો ને પણા પોલીસે ઉભા રખાવીને શનિવાર થી ફરજીયાત હેલમેટ પહેરવા સુચના આપવામાં આવી હતી..