ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળીએ ડીસા પંથકમાં ભૂગર્ભજળના સ્તર ખૂબ જ ઊંડા જતા હોય તેના વિશે ઊંડાણપૂર્વક અભ્યાસ કરી આ વિસ્તારમાં ભવિષ્યમાં પાણીના તળ ઊંચા આવે તેમજ ખેડૂતો સિંચાઈ કરી શકે તે માટે ખેડૂતોને જળસંચય માટે આત્મનિર્ભર બનવા ખેત તલાવડી બનાવવા પ્રેરણા આપી માર્ગદર્શન પૂરું પાડી રહ્યા છે. તેમના માર્ગદર્શન થકી અનેક ખેડૂતોએ પોતાના ખેતરોમાં ખેત તલાવડી ઊભી કરી છે અને તેમાંથી સિંચાઈનું પાણી મેળવી ખેતી કરી રહ્યા છે. ત્યારે આ ખેત તલાવડીઓ જોવા માટે ગુજરાત ભરના ખેડૂતોનું ડેલીગેશન અવારનવાર ડીસાની મુલાકાત લે છે.
જેમાં આજે મહેસાણા જિલ્લાના ખેડૂતોએ વિવિધ ગામોમાં આવેલી ખેત તલાવડીઓની મુલાકાત લીધી હતી. જેમાં ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળીએ મુલાકાતી ખેડૂતોને જળસંચય અને તેના પુરા ઉપયોગ અંગે માર્ગદર્શન આપી ખેત તલાવડીઓ બનાવવા પ્રેરણા પૂરી પાડી હતી. જેમાં ખેત તલાવડીઓ જોઈ ખેડૂતોએ પણ અચરજ પામ્યા હતા અને જળસંચયની આ કામગીરી જોઈ ખૂબ જ ખુશી વ્યક્ત કરી હતી.