ભાવનગરની મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીનું બી.કોમ સેમેસ્ટર-6નું એકાઉન્ટનું પેપર તાજેતરમાં લીક થયું હતું. ત્યારે આ મામલે પોલીસે જી એલ કાકડિયા કોમર્સ કોલેજમાં ઈન્ચાર્જ પ્રિન્સિપાલ સહિત બે વિદ્યાર્થીઓને ઝડપી પાડ્યા હતા. આ સમગ્ર પેપર કાંડમાં સંડોવાયેલા ઈન્ચાર્જ પ્રિન્સિપાલ અમિત ગલાણી અભિનેતા પણ હોવાનો ખુલાસો થયો છે, તેઓએ અનેક ગુજરાતી ફિલ્મ તેમજ શોર્ટ ફિલ્મમાં અભિનય કર્યો છે.

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં હાલમાં વિવિધ ફેકલ્ટીની પરીક્ષાઓ લેવાઈ રહી છે ત્યારે ગત શનિવારે જી એલ કાકડિયા કોમર્સ કોલેજમાં ઈન્ચાર્જ પ્રિન્સિપાલ સહિત ત્રણ વિદ્યાર્થીઓએ પેપર લીક કર્યું હતું. જે અંગે થયેલી પોલીસ ફરિયાદના અંતે પોલીસે ઈન્ચાર્જ પ્રિન્સિપાલ સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી, જેને આજરોજ કોર્ટમાં રજૂ કરતા કોર્ટે આરોપીઓના રવિવાર સુધી રિમાન્ડ મંજૂર કર્યા હતા.

અનેક ફિલ્મો, નાટકોમાં અભિનય કર્યો
જી એલ કાકડિયા કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ અમિત ગલાની એક કલાકાર પણ છે. તેઓ અનેક ગુજરાતી નાટકો, ગુજરાતી ફિલ્મ તથા શોર્ટ ફિલ્મો અભિનય કરી ચૂક્યા છે, તેમજ સોશિયલ મીડિયામાં અનેક કોમેડી કરી રહ્યા છે, તેઓના જોક્સ પણ ખૂબ જ વાઇરલ થયા છે. તેણે ગુજરાતી ફિલ્મ સૈયર મોરી રે, 1928, ઘન ધતુડી પતુડી અને એપ્રિલ ફૂલ સહિતની અનેક ફિલ્મો તથા અનેક શોર્ટ ફિલ્મમાં અભિનય કર્યો છે

ફરાર કોલેજિયન વિદ્યાર્થિનીને ઝડપી લેવા એલસીબી સહિતની ટીમો મેદાને ઊતરી
આ ઘટનામાં હજુ વિદ્યાર્થિની સૃષ્ટિ ખોરડા ફરાર હોઇ જેને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી. દરમિયાન ઝડપાયેલા આરોપીઓને પોલીસે આજે કોર્ટમાં રજૂ કરી આઠ દિવસના રિમાન્ડની માંગ કરતાં કોર્ટે પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં છે. આ અંગે પોલીસે જણાવ્યું હતું કે, રિમાન્ડ દરમિયાન પેપર લીક પ્રકરણે વધુ વિગતો બહાર આવવાની શક્યતા છે. આ પ્રકરણે અન્ય આરોપીઓની સંડોવણી છે કે કેમ તે તથ્ય પણ ઉજાગર થશે. જ્યારે વિદ્યાર્થિની સૃષ્ટિ ખોરડાને ઝડપી લેવા એલસીબી તથા એ-ડિવિઝન સહિતનો સ્ટાફ શોધખોળમાં છે.