બોટાદ વિધાનસભાની ચુંટણી પૂર્ણ થયા બાદ પ્રદેશ ભાજપ દ્વારા બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખને બદલી ને નવા પ્રમુખ તરીકે મયુરભાઈ પટેલને જવાબદારી સોપવામાં આવી છે, ત્યારે જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ પટેલે ૧૯ હોદેદારો ની જિલ્લા સંગઠન ની નિમણુંક કરી હતી જે અનુસંધાનેઆજે બોટાદ સર્કિટહાઉસ ખાતે નવનિયુક્ત જિલ્લા ભાજપ ના હોદેદારો તેમજ તાલુકા ભાજપના હોદ્દેદારોની એક બેઠક મળી હતી,જેમા પ્રભારી અમોહ શાહ અને પ્રમુખ મયુર પટેલ દ્વારા આગામી તારીખ ૬ ઠી એપ્રિલ ના રોજ ભાજપ સ્થાપના દિવસની ઉજવણી તેમજ પક્ષના વિવિધ કાર્યક્રમો ને લઈને ચર્ચા વિચારણા કરવામા આવી હતી. આ બેઠકમાં મોટી સંખ્યામાં હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા .
Dharmendra lathigara, Botad.