એ.ટી.એસ.ચાર્ટર મુજબના ગંભીર પ્રકારના ગુન્હાઓ અટકાવવા તેમજ ગેરકાયદેસર હથિયાર ધરાવતા ઇસમોને ત્તાત્કાલીક પકડી પાડી આરોપીઓ અંગે માહિતી મેળવી,
તથા તાજેતરમાં યુવા વર્ગમાં હથિયારો સાથેના પોતાના ફોટોગ્રાફ્સ સોશ્યલ મિડીયામાં વાયરલ કરીને પોતાનું વર્ચસ્વ તથા રોફ જમાવવાની મનોવૃત્તિ સોશ્યલ મીડીયાનાં માધ્યમથી જોવા મળેલ છે.
આ પ્રકારની પ્રવૃત્તિથી જાહેર જનતામાં ભય કે ઉત્સુક્તાનું વાતાવરણ ફેલાતું હોય છે. આવા ઈસમોને જેલ હવાલે કરવા જરૂરી સુચનાં અને માર્ગદર્શન અન્વયે,
એસ.ઓ.જી. ટીમ ડુંગર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય . તે દરમિયાન ખાનગી બાતમીરાહે તથા (સોશ્યલ મીડીયાના માધ્યમથી હકિકત મળેલ કે,
એક ઈસમ પોતે લાયસન્સ ધારકનાં પરવાનેદાર ન હોવા છતા સોશ્યલ મિડીયામાં બારબોર ડબલ બેરર (અગ્નિશસ્ત્ર હથિયાર) ના ફોટા અપલોડ કરી સમાજમાં ભય ફેલાવવાનો ઈરાદો હોય,
જે અનુસંધાને અપલોડ કરેલ ફોટોગ્રાફવાળા ઈસમને એક બારબોર ડબલ બેરર (અગ્નિશસ્ત્ર હથિયાર) સાથે ઝડપી પાડેલ છે.
પકડાયેલ આરોપીઓ :-
(૧) જાવીદભાઇ ઇબ્રાહીમભાઇ ગાહા , ઉ.વ.૨૨, ધંધો. ગેસ રીપેરીંગ, રહે.ડુંગર, તા.રાજુલા, જિ.અમરેલી,
(૨) મુસાભાઇ દાદભાઇ ગાહા , ઉ.વ.૬૮, ધંધો. ખેતી, રહે. ડુંગર, તા.રાજુલા, જિ.અમરેલી.
આમ, મજકુર પડાયેલ બન્ને ઈસમોનાં કબ્જામાંથી એક બારબોર ડબલ બેરર (અગ્નિશસ્ત્ર થિયાર) કિ.રૂા.30000/-નાં મુદ્દામાલ સાથે પકડી પાડેલ અને પકડાયેલ ઇસમો વિરૂધ્ધ આર્મ્સ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરી, ગુન્હો દાખલ કરાવી આરોપીને વધુ તપાસ અર્થે ડુંગર પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક હિમકરસિંહ નાઓની સુચનાં અને માર્ગદર્શન હેઠળ અમરેલી એસ.ઓ.જી.પોલીસ ઈન્સ્પેક્ટર એસ.જી.દેસાઇ, તથા એસ.ઓ.જી. પોલીસ સબ ઈન્સ્પેક્ટર એચ.જી.મારૂં તથા હેડ કોન્સ. સુરેશભાઇ મેર તથા પો.કોન્સ. મહેશભાઈ રાઠોડ દ્વારા કરવામાં આવેલ છે.
રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી.