થરાદ તાલુકાના કિયાલ ગામમાં આવેલી કિયાલ પ્રાથમિક શાળામાં 69 માં સ્થાપના દિનની ઉજવણી કરાઇ હતી. જેમાં ગામના વડીલો, શિક્ષકો અને બાળકોએ ઉપસ્થિત રહી કેક કાપી એકબીજાને શુભેચ્છાઓ પાઠવી હતી.
ગામના આગેવાનોએ વિદ્યાર્થીઓને શિક્ષણને આગળ ધપાવવા અંગે વિસ્તૃત માહિતી આપી હતી. આ પ્રસંગે આચાર્ય ગમનભાઇ ચૌધરી, વડીલ શિક્ષક જબરસિંહ ચૌહાણ, દિપકભાઇ ગેલોત (માલગઢ), હિરેનભાઇ પટેલ,એકતાબેન પટેલ, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.