ધાનેરામાં રોજના ૩૦૦ દર્દીઓની તપાસ માટે માત્ર એક જ ડોકટર....

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

હાલમાં એક તરફ વાયરલ ફીવર અને કોરોના જેવી બીમારી ચાલી રહી છે ત્યારે સરકારી હોસ્પિટલમાં રોજના ૩૦૦ થી વધારે દર્દીઓ સારવારથી આવી રહ્યા છે પરંતુ પૂરતા ડોક્ટર ન હોવાના કારણે દર્દીઓને ભારે હેરાનગતિ ભોગવવી પડી રહી છે. ધાનેરા તાલુકામાં છેલ્લા કેટલાક સમયથી વાયરલ ફીવર ના કેસો વધી રહ્યા છે અને ગામડાઓમાં તેમજ શહેરોમાં તમામ દવાખાનાઓ ઉભરાઈ રહ્યા છે ત્યારે ગરીબ લોકો પોતાના પાસે ખર્ચ ના રૂપિયા ન હોવાના કારણે સરકારી હોસ્પિટલમાં આવતા હોય છે. અને તેમાં પણ ધાનેરા રેફરલ હોસ્પિટલમાં રોજના ૩૦૦ કરતા વધારે દર્દીઓ સારવાર લેવા આવી રહ્યા છે પરંતુ આ સરકારી હોસ્પિટલમાં પૂરતા પ્રમાણમાં ડોક્ટર સ્ટાફનો હોવાના કારણે આ દર્દીઓને ભારે મુશ્કેલી ભોગવી પડી રહી છે તેમજ માત્ર એક જ ડોક્ટર હોનારથી આ ડોક્ટરને પણ સતત નોકરી કરવાની ફરજ પડી રહી છે જ્યારે કોઈ ઈમરજન્સી કેસ આવે ત્યારે તમામ ઓ.પી.ડી પડતી મૂકી અને ઇમરજન્સી કેસમાં જતા આવનાર દર્દીઓને બેસી રહેવાનો વારો આવે છે માટે તાત્કાલિક ધોરણે ધાનેરા રેફરલ હોસ્પિટલમાં ડોકટર નો સ્ટાફ મૂકવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે. આ અંગે જાગૃત નાગરિક જોઈતાભાઈ એ જણાવેલ કે ધારાસભ્ય તરીકે માજીભાઈ દેસાઈ ચુંટાયા ત્યારે તેઓ પોતાના માણસો ની ટીમ ધાનેરા રેફરલ હોસ્પિટલની મુલાકાત લઇ ડોકટરો ને કોઈપણ વસ્તુ ની ઘટ હોય કે કામ હોય તો જાણ કરવા જણાવ્યું હતું. હાલ કોઈપણ કામ માટે ડોક્ટરો માવજી દેસાઈ ને ફોન કરવા છતાં માવજી દેસાઈ કોઈપણ નો ફોન ક્યારેય રિસીવ કરતા નથી અને ધાનેરામાં પૂરતા ડોક્ટરો પણ ન હોવાથી લોકોને કોને રજૂઆત કરવી તે પણ એક મોટો પ્રશ્ન છે માટે મીડિયા દ્વારા અમારા પ્રશ્નો સરકાર સુધી પહોંચે અને ધાનેરામાં ડોક્ટર મૂકે તેવી અમારી વિનંતી છે.

આ અંગે ધાનેરા સરકારી હોસ્પિટલ ના અધિક્ષક ડો. રવિ ગમારે જણાવેલ કે આ હોસ્પિટલમાં ૩ મેડિકલ ઓફિસર નું મહેકમ છે તેની સામે માત્ર એકજ મેડિકલ ઓફિસર છે જેના કારણે તેને ૨૪ કલાક ડ્યુટી કરવી પડી રહી છે. અને ઓપીડી પણ દિવસે દિવસે વધી રહી છે. માટે ધાનેરા રેફરલ હોસ્પિટલ માં કાયમી કે ડેપ્યુટેશન ઉપર ડોકટરો મૂકવા માટે અમાં એ ઉપરી કચેરી ખાતે પણ રજૂઆત કરી છે.