થરાદ તાલુકાના ભૂરિયા મુકામે ૧૧મુખી હનુમાનજી ધામ ખાતે જગત કલ્યાણ માટે ૯૩ મા સંગીતમય સુંદરકાંડનો પાઠ થયો

બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના ભૂરિયા મુકામે 11મુખી હનુમાનજી ધામ ના મહંત ઘેવરદાસ બાપુ દ્રારા વિશ્વના પ્રાણી માત્ર ના કલ્યાણ માટે દર શનિવારે 11મુખી હનુમાન દાદા ના સાનિધ્યમાં સુંદર કાંડ પાઠ કરવાની અનોખી શ્રુખલા શરૂ કરવામાં આવેલ છે તેમા આજે સતત 93મા શનિવારે માનસ કથાકાર શાસ્ત્રી વિક્રમ ભાઈ દવે ના મુખે મોદી દરઘાભાઈ અજાભાઈ, વિક્રમભાઈ દરઘાભાઈ તથા પવીબેન દરઘાભાઈ c/o નવરત્ન ચા ભંડાર ધાનેરાના સૌજન્ય થી બહોળી સંખ્યામાં ભક્તજનો તથા ગણમાન્ય લોકો ની હાજરીમા યોજાયો આગામી તા 13/8/22 ને શનિવારે 94મો સંગીત મય સુંદરકાંડ ડિસ્કવરી શો રૂમ થરાદ હસ્તે અરવિંદભાઈ જોષીના સૌજન્ય થી યોજાશે 

11મુખી હનુમાન દાદા ના અપરંપાર પરચાઓને કારણે દર શનિવારે દુર દુરથી શ્રદ્ધાળુઓ નો માનવ મહેરામણ ઉમટી પડે છે

રીપોર્ટર.. ભરતભાઈ ખુમાણ રાજુલા/અમરેલી.