દક્ષિણ ગુજરાતની સુગર ફેકટરીઓ દ્વારા જાહેર કરાયેલા શેરડીના ટન દીઠ ભાવો જોતા કામરેજ સુગર ફેકટરી દ્વારા જાહેર થયેલા શેરડીના ટન દીઠ ભાવો પોષણ ક્ષમ રહેવા પામ્યા હતા.કામરેજ સુગર દ્વારા પિલાણ સીઝન વર્ષ 2022-2023 દરમ્યાન કુલ 545650.599 ટન શેરડીનું પિલાણ કરવામાં આવ્યું હતું.જ્યારે 612640 ગુણી ખાંડનું ઉત્પાદન કર્યું હતું.કામરેજ સુગરનાં જાહેર થયેલા ગત રોજ શેરડીના ટન દીઠ ભાવ મુજબ 86002,86032,707 તેમજ 671 જેવી વિવિધ પ્રકારની શેરડીની જાતોના નવા રોપાણ ધારકો માટે ઓકટો.થી જાન્યુ.માસના ટન દીઠ શેરડીના ₹.3351 તેમજ લામ રોપાણ ધારોકો માટે ટન દીઠ શેરડીના ₹.3251 નો ભાવ જાહેર કરાયો હતો.ફેબ્રુઆરી માસ નવા રોપાણ ધારકો માટે ₹.3451 તેમજ લામ રોપાણ ધારકો માટે ₹.3351 ટન દીઠ શેરડીના ભાવો જાહેર કરાયા હતા.માર્ચ માસના નવા રોપાણ ધારકો માટે ₹.3551 તેમજ લામ રોપાણ ધારકો માટે ₹.3351 ટન દીઠ શેરડીના ભાવો જાહેર કરાયા હતા.એપ્રિલ માસના નવા રોપાણ ધારકો માટે ₹.3601 તેમજ લામ રોપાણ ધારકો માટે ટન દીઠ શેરડીના ₹.3401 ભાવ જાહેર કરાયા હતા.જ્યારે શેરડીની 265,8005 તેમજ 9851 સહિતની જાતો માટે ઓકટો.થી જાન્યુ,માસના નવા રોપાણ ધારકો તેમજ લામ રોપાણ ધારકો માટે શેરડીના ટન દીઠ ₹.3151 જાહેર કરવામાં આવ્યા હતા.ફેબ્રુઆરી માસ નવા રોપાણ ધારકો માટે ₹.3251 તેમજ લામ રોપાણ ધારકો માટે ટન દીઠ શેરડીના ₹.3211 જાહેર કરવામાં આવ્યા હતા.માર્ચ માસ નવા રોપાણ ધારકો માટે ટન દીઠ શેરડીના ₹.3351 લામ રોપાણ ધારકો માટે ₹.3251 જાહેર કરવામાં આવ્યા હતા.એપ્રિલ માસ નવા રોપાણ ધારકો માટે શેરડીના ટન દીઠ ₹.3401 જ્યારે લામ રોપાણ ધારકો માટે ₹.3301 જાહેર કરવામાં આવ્યા હતા.કામરેજ સુગરનાં ચેરમેન અશ્વિન પટેલે જણાવ્યું હતું કે કામરેજ સુગરની અગાઉ મળેલી જનરલ મીટીંગમાં કરેલી જાહેરાત મુજબ માસ નવેમ્બર ડિસેમ્બર દરમ્યાન કરવામાં આવેલા રોપાણ ધારકોને વધારો આપવામાં આવશે જે માસ પ્રમાણે ટન દીઠ વધારો અપાયો છે.શેરડીની જાતો પૈકી 232 જાત રોપાણ દરમ્યાન તેની રિકવરી વધુ હોય તેના રોપાણ ધારકોને મહિને ₹.200 તેમજ લામ ધારકોને ₹.100 નો વધારો જાહેર કરવામાં આવ્યો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે લામ ધારકોને વધારો નહીં આપવાની જાહેરાત થઈ ચૂકી હોવા છતાં તેમને પણ વધારો આપવામાં આવ્યો છે.વધુમાં તેમણે જણાવ્યું હતું કે છેલ્લા બે વર્ષથી અન્ય સુગરની સરખામણીમાં કામરેજ સુગર દ્વારા ₹.400 થી વધુનો ભાવ વધારો જાહેર કરવામાં આવે છે.ગત રોજ જાહેર થયેલા કામરેજ સુગરનાં ટન દીઠ શેરડીના ભાવો જોતા ખેડૂતોમાં આનંદની લાગણી વ્યાપી જવા પામી હતી.