ડીસા તાલુકાના વાસણા ગામના યુવાન ખીમાજી લાધાજી માળી પોતાના કામ અર્થે કુળદેવી સ્ટોરેજ ખાતે વાસણા ગયા હતા. ત્યાંથી સાંજે 8:00 વાગ્યે પોતાનું કામ પતાવી ઘરે પરત ફરતી વખતે બાઇક એક કિલોમીટર દૂર જતાં બાઇક સામાન લેવા દુકાન પાસે ઉભી રાખી હતી.
ત્યારે અચાનક શોર્ટ- સર્કિટના કારણે અચાનક આગ લાગતાં હીરો કંપનીની એચ.એફ. ડીલ્કસ બાઇક બળીને ખાખ થઇ ગઇ હતી અને તેમાં લાયસન્સ અને આર.સી. બુક બંને સાથે બળી ગયા હતા.
ત્યારે યુવકનો સદ્દનસીબે બચાવ થયો હતો અને લોકોના ટોળેટોળા એકત્ર થઇ ગયા હતા અને આજુબાજુથી પાણી લાવી આગને બૂઝાવવાનો પ્રયાસ કર્યો હતો પણ આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં બાઇક સંપૂર્ણ બળીને રાખ થઇ ગઇ હતી.