પીપાવાવ મરીન પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૩૯૫/૨૦૨૨, આઇ.પી.સી. કલમ ૩૬૩, ૩૬૬, ૩૭૬ (૨) (જે) (એન), ૩૭૬(૩) તથા પોકસો એકટ કલમ ૪, ૮, ૧૮ મુજબના ગુનાના આરોપી.

સવજી ઉર્ફે સંજય છગનભાઇ ગુજરીયા, રહે.ખેરા, તા.રાજુલા વાળો

કાચા કામના કેદી તરીકે અમરેલી જિલ્લા જેલ ખાતે હોય, મજકુર કેદીને ગઇ તા.૧૦/૦૧/૨૦૨૩ નાં નામ. રાજુલા કોર્ટમાં પોલીસ જાપ્તા સાથે મુદ્દતે લાવેલ તે દરમિયાન પોલીસ જાપ્તામાંથી ફરાર થઇ ગયેલ હોય,

જે અંગે રાજુલા પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૧૧૧૯૩૦૫૦૨૩૦૦૧૦/૨૦૨૩, આઇ.પી.સી. કલમ ૨૨૪ મુજબનો ગુનો રજી. થયેલ.

આરોપી સવજી ઉર્ફે સંજય છગનભાઇ ગુજરીયા, રહે.ખેરા, તા.રાજુલા વાળો પોલીસ જાપ્તામાંથી ફરાર થઇ, છેલ્લા ત્રણ માસથી નાસતો ફરતો હતો.

જે અન્વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. એ. એમ. પટેલ નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમ દ્વારા પોલીસ જાપ્તામાંથી ફરાર થઇ ત્રણ માસથી નાસતા ફરતા કાચા કામના કેદીને ગઇ કાલ તા.૩૧/૦૩/૨૦૨૩ નાં રોજ બાતમી હકિકત તેમજ ટેકનીકલ સોર્સ આધારે રાજુલાથી પકડી પાડી, આગળની કાર્યવાહી અર્થે રાજુલા પોલીસ સ્ટેશન સોંપી આપવામાં આવેલ છે.

પકડાયેલ કેદી:-

સવજી ઉર્ફે સંજય છગનભાઇ ગુજરીયા, ઉ.વ.૨૨, રહે.ખેરા, તા.રાજુલા, જિ.અમરેલી.

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક હિમકરસિંહ તથા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક હરેશ વોરા નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. એ.એમ.પટેલ તથા પો.સ.ઇ. એમ.બી.ગોહિલ તથા પો.સ.ઇ. એમ.ડી.સરવૈયા તથા અમરેલી એલ.સી.બી.ના એ.એસ.આઇ. બહાદુરભાઇ વાળા, તથા હેડ કોન્સ. અજયભાઇ સોલંકી, તથા પો.કોન્સ. લીલેશભાઇ બાબરીયા, વિનુભાઇ બારૈયા, યુવરાજસિંહ વાળા, ઉદયભાઇ મેણીયા, તુષારભાઇ પાંચાણી, હરેશભાઇ કુવારદાસ દ્વારા કરવામાં આવેલ છે.

રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી.