હાલોલ પ્રાંત અધિકારી ડૉ.મયુર પરમાર ગોધરા પ્રાંત અધિકારી તેમજ હાલોલ મામલતદાર મેહુલકુમાર ખાંટ સહિત ઘોઘંબા,જાંબુઘોડા અને કાલોલ મામલતદાર તેમજ હાલોલ નાયબ પોલીસ અધિક્ષક વી.જે.રાઠોડ,સીપીઆઈ ચૌધરી, ટાઉન પીઆઇ કે.એ. ચૌધરી,પાવાગઢ પીએસઆઇ આર.જે.જાડેજા જાંબુઘોડા પીએસઆઇ જે.બી ઝાલા સહિત રાજગઢ,કાલોલ,વેજલપુર અને દામાવાવ પોલીસ મથકના પીએસઆઇ તેમજ 40 ઉપરાંત પોલીસ કર્મચારીઓની હાજરીમાં આજરોજ પંથકના આઠ પોલીસ મથકો જેમાં (1) હાલોલ શહેર પોલીસ મથક, (2) હાલોલ તાલુકા પોલીસ મથક (3) પાવાગઢ (4) રાજગઢ (5) દામાવાવ (6) જાંબુઘોડા (7) કાલોલ (8) વેજલપુર મળી કુલ 8 પોલીસ મથકોમાં વર્ષ 2022 માં કુલ 451 પ્રોહિબિશનના ગુનાઓ હેઠળ વિવિધ પોલીસ મથકોની પોલીસ ટીમ તેમજ જિલ્લાની વિવિધ પોલીસ ટીમ દ્વારા ઝડપી પાડવામાં આવેલ કુલ 1,86,566 નંગ વિદેશી દારૂની બોટલ જેની અંદાજે કિંમત 1,91,56,101/- રૂપિયાના વિદેશી દારૂના મુદ્દામાલનો શનિવારના રોજ વહેલી સવારે હાલોલ તાલુકાના જાંબુડી ખાતે આવેલા ખુલ્લા મેદાનમાં નાશ કરવામાં આવ્યો હતો જેમાં હાલોલ ટાઉન પોલીસ મથકનો 3,70,572/- રૂ.નો હાલોલ રૂરલ પોલીસ મથકનો 51,10,815/- રૂ.નો પાવાગઢ પોલીસ મથકનો 13,74,986/- રૂ.નો, કાલોલ પોલીસ મથકનો 3,58,851/- રૂ.નો વેજલપુર પોલીસ મથકનો 76,36,816/- રૂ.નો, રાજગર પોલીસ મથકનો 22,40,219/- રૂ.નો અને દામાવાવ પોલીસ મથકનો 13,43,918/- રૂ.નો અને જાંબુઘોડા પોલીસ મથકનો 7,19,924/- રૂ.ના વિદેશી દારૂનો આજે જાંબુડીના ખુલ્લા મેદાનમાં નાશ કરવામાં આવ્યો હતો જેમાં જાંબુડીના મેદાન ખાતે કુલ 1,86,566 નંગ બોટલો જમીન પર બિછાવી તેની પર નજર ફેરવી દેવામાં આવતા જાંબુડીના ખુલ્લા મેદાનમાં વિદેશી દારૂની નદીઓ વહેવા લાગી હતી જેમાં 8 પોલીસ મથકો પૈકી સૌથી વધુ 76 લાખ ઉપરાંતનો દારૂ વેજલપુર પોલીસ મથકની હદમાંથી ઝડપાયો હતો જ્યારે સૌથી ઓછો સાડા ત્રણ લાખ જેટલો વિદેશી દારૂ કાલોલ પોલીસ મથકની હદમાંથી ઝડપાયો હતો જેમાં વહેલી સવારથી વિદેશી દારૂની બોટલ પર બુલડોઝર ફેરવી તેને નાશ કરવાની શરૂ કરાયેલી આ પ્રક્રિયા કલાકો સુધી ચાલી હતી જેમાં તમામ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ સ્થળ પર હાજર રહી તમામ વિદેશી દારૂની બોટલોનો નાશ કર્યો હતો