નાંદલા ગામે શ્રી પાબુજી મહારાજના મંદિરે યજ્ઞ યોજાયો..
બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના નાંદલા ગામે એક પાબુજી મહારાજનું મંદિર આવેલું છે જેના ત્રીજા વાર્ષિક ઉત્સવ ચૈત્ર સુદ દશમ ના પવિત્ર દિવસે મંદિરના પટાગણમાં રાત્રી ભજન સત્સંગ અને હવન યજ્ઞનું સુંદર આયોજન મકવાણા (રબારી) પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું આ શુભ પ્રસંગમાં આજુબાજુના ગામોના પાબુજી મહારાજના ભાવિ ભક્તો અને ગ્રામજનો મોટી સંખ્યામાં પધાર્યા હતા એમાં આયોજકો દ્વારા આ શુભ પ્રસંગમાં બહેન, કુવાસિયો, ભાણેજીઓ, ભાવિ ભકતો, અને ગ્રામજનોને ભોજન પ્રસાદી કરાવી ખુબ જ ધન્યતા અનુભવી હતી, અને સાથે આપણા બનાસકાંઠાના ગૌમાતા બચાવો અભિયાનના ગૌભક્ત શ્રી વસંતભાઈ દેસાઈ પાવડાસણે પણ આ ગાયોના રક્ષક પાબુજી મહારાજ ના પ્રસંગ મા હાજરી આપી હતી અને મકવાણા (રબારી) પરિવાર અને ગ્રામજનોને ગૌમાતા પ્રત્યે જાગરૂત થઈ હરેક ઘરે એક એક દેસી ગૌમાતા પાળવા માટે સંકલપ લેવડાવવા માં આવ્યો હતો આ પ્રસંગ આજુ ના પરિવાર ના સગા સબંધીઓ અને પાબુજી મહારાજ ના ભાવિ ભકતોએ મોટી સંખ્યા માં હાજરી આપી હતી..