બાબરા તાલુકા ના કોટડાપીઠા ગામના ખેડુત તથા યુવાન વ્યાજ ના ચક્કરમાં ફસાઇ ગયેલ હોય જે વ્યાજ ની રકમ ચુકવવા ખેડુત પોતાની કીડની વેચવા ની મંજુરી માગતી અરજી કરતા તે અરજદાર નો તાત્કાલીક સંપર્ક કરી ફરીયાદ લખી લઇ તેમજ કોટડાપીઠા ગામના યુવાનની ફરીયાદ લખી લઇ આરોપીઓ ને પકડી પાડતી બાબરા પોલીસ ટીમ

બાબરા માં રહેતા ફરીયાદી

 (૧)ઘોહાભાઇ ગોબરભાઇ ગજેરા રહે-કોટડાપીઠા

 (ર)મેહુલભાઇ ઉર્ફે કાળુભાઇ કાનજીભાઇ રાદડીયા રહે-કોટડાપીઠા નાઓએ

આવી ગેરકાયદેસર વ્યાજખોરી કરતા ઇસમ વિરૂધ્ધ ફરીયાદ કરતા અલગ અલગ બે ગુન્હા

(૧)પાર્ટએ.૧૧૧૯૩૦૦૮૨૩૦૧૨૯/૨૦૨૩ ઇ.પી.કો.કલમ ૩૮૬,૫૦૬

(૨), ૧૧૪ તથા નાણાધીરધાર ૪૦,૪૨ ડી મુજબ તેમજ (૨)પાર્ટએ ૧૧૧૯૩૦૦૮૨૩૦૧૩૯/૨૦૨૩ કલમ ઇ.પી.કો.કલમ ૩૮૬,૩૮૪,૫૦૬(૨),૧૧૪ તથા નાણાધીરધાર કલમ ૪૦,૪ર ડી મુજબ રજી. કરી

વ્યાજખોર આરોપીઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહિ કરતી બાબરા પોલીસ ટીમ.

- ગુન્હાની મુખ્ય હકિકતઃ-

આ કામની હકીકત એવી છે. કે!!!!

આ કામના આરોપીઓએ ફરીયાદી નં(૧) ને વ્યાજ થી રૂપીયા આપેલ,

જે વ્યાજ તથા મુદલ રકમ ફરીયાદી આરોપીઓને ચુકવી શકેલ નહીં,

અને ફરીયાદીએ વ્યાજ ની રકમ ચુકવવા સારુ પોતાની કીડની વેચવા ની મંજુરી માંગતી અરજી કરેલ હોય, તેમજ ફરીયાદી ને આ કામના આરોપીઓએ મૃત્યુ ના ભયમા મુકી જાનથી મારીનાખવાની ધમકી આપી વ્યાજ તથા મુદલ રકમ ની પઠાણી ઉઘરાણી કરી ગુન્હો કરવામાં એકબીજાની મદદગારી કરી ગુન્હો આચરેલ હોય,તેમજ

ફરીયાદી ના બહેન ના લગ્ન હોય, સને-૨૦૧૨ ની સાલ મા તેમજ અલગ અલગ સમયે આ કામના આરોપીઓએ ઉંચા વ્યાજ દરે રુપીયા આપી મુદલ રકમ કસ્તા વધારે રકમ મેળવી હોય, તેમ છતા વ્યાજ તથા મુદલ રકમ ની પઠાણી ઉઘરાણી કરી ફરીની ખેતીની જમીન તથા ટ્રેક્ટર વેચાવી આપી તેમજ સોનાના દાગીના ૨૩.૦૫ તોલા પોતાની પાસે રાખી ફરી તથા ફરીના પરીવાર ને જાનથી મારી નાખવાની તેમજ મકાન કબ્જે કરી લેવાની ધમકી આપી ફરીનો જીવ જોખમમા મુકી એકબીજાની મદદગારી કરી ગુન્હો કરેલ હોય,

ગુન્હામાં પકડાયેલ આરોપીની વિગત:-

૧.સતુભાઇ મહેન્દ્રભાઇ વાળા રહે.કોટડાપીઠા, તા. બાબરા, જિલ્લો. અમરેલી,

૨.ભરતભાઇ બાપલુભાઇ પટગીર રહે. કોટાપીઠા , તા. બાબરા, જિલ્લો. અમરેલી,

 ૩.અનકભાઇ દેવકુભાઇ પટગીર રહે-કોટડાપીઠા, તા. બાબરા, જિલ્લો. અમરેલી,

૪.રાજેન્દ્રભાઇ સુરેન્દ્રભાઇ વાળા રહે-કોટડાપીઠા હાલ-અમરેલી શીતલરોડ ઓમનગર,

૫.દીલીપભાઇ બાપલુભાઇ પટગીર રહે-કોટડાપીઠા, તા. બાબરા, જિલ્લો, અમરેલી,

૬.ભરતભાઇ અમરૂભાઇ બચીયા રહે-કોટડાપીઠા, તા. બાબરા, જિલ્લો. અમરેલી.

૭.દીલીપભાઇ મનુંભાઇ પટગીર રહે-કોટડાપીઠા, તા. બાબરા, જિલ્લો. અમરેલી,

ઉપરોક્ત કામગીરી ભાવનગર રેન્જ આઇ.જી.પી. ગૌતમ પરમાર તથા અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક હિમકરસિંહ  તથા જે.પી.ભડારી નાયબ પોલીસ અધિક્ષક, અમરેલી વિભાગ, અમરેલી નાઓના માર્ગદર્શન હેઠળ

બાબરા પો.સ્ટે.ના પો.ઇન્સ. આર.ડી ચૌધરી તેમજ બાબરા પો.સ્ટે.ના પો.સબ.ઇન્સ. બી.પી.પરમાર તેમજ બાબરા પો.સ્ટે.ની સર્વેલન્સ ટીમના એ.એસ.આઇ. જયદેવભાઇ આર હેરમા તથા પો.કોન્સ.મહાવીરસીંહ બી સીંધવ તથા પો.કોન્સ.ગોકુળભાઇ એમ રાતડીયા તથા રાજેશભાઇ જી.રાઠોડ તથા બીટ જમાદાર અના,હેડ.કોન્સ પ્રદીપભાઇ.પી ડેર તથા પો.કોન્સ ગોવીંદભાઇ જે કાતરીયા દ્વારા કરવામાં આવેલ છે.

રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી.