સાબરકાંઠા જિલ્લામાં કોરોનાએ ફરી પાછી ફૂંફાડી માર્યો છે. ત્યારે શુક્રવારે જિલ્લામાં વધુ ૧૪ કેસ ઉમેરાયા છે. નવા નોંધાયેલા તમામ કેસ હિંમતનગર શહેર અને તાલુકાના છે તેમજ નવા નોંધાયેલા દર્દીઓમાં ૦૭ પુરૂષ અને ૦૭ મહિલાઓનો સમાવેશ થાય છે. દરમ્યાન ઘણા દિવસો બાદ શકવારે કોરો-નાની ઝપેટે ચઢી ગયેલા બે દદીઓને સારવાર માટે હિંમતનગર સિવીલમાં ખસેડવાની નોબત આવી છે.આરોગ્ય વિભાગના સુત્રોમાંથી મળતી માહિતી મુજબ છેલ્લા કેટલાક દિવસોથી જિલ્લામાં કોરોના પોઝિટીવના કેસોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે ત્યારે ગુરૂવારે નોંધાયેલા કેસોમાં વધુ ત્રણ કેસ ઉમેરાયા છે. સાથોસાથ કોરોનાનો વ્યાપ વધી રહ્યા છે ત્યારે શુક્રવારે બે દર્દીઓની હાલત ગંભીર જણાતા તેમને સારવાર માટે હિંમતનગર સિવીલમાં મોકલી અપાયા છે. જોકે દાખલ કરાયેલા બંને દર્દીઓને સમયસર સારવાર મળી હોવાને કારણે તેમની તબિયત સુધારા પર હોવાની આરોગ્ય વિભાગના સૂત્રોમાંથી જણાવાયું છે.

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

જિલ્લામાં વધી રહેલા કોરોના પોઝિટીવ કેસોને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગ ધ્વારા આરટીપીસીઆરના ટેસ્ટ વધારી દેવામાં આવ્યા છે જે મુજબ શુક્રવારે હિંમતનગરમાં ૭૯, પ્રાંતિજમાં ૪૭, તલોદમાં ૪૬, ઈડરમાં ૯૬, વડાલીમાં ૧૮, ખેડબ્રહ્મા ૬૨ જ્યારે વિજયનગર તાલુકામાં ૧૦ દર્દીઓના આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં કોરીના પોટિીવનાનો રેસીયો ૩.૫૬ ટકા થવા જાય છે.