ડીસામાં ચંદ્રલોક રોડ પર ડુંગળી ભરેલી એક ટ્રક રોડની સાઈડમાં આવેલા ગટરમાં ખાબકી હતી. મહારાષ્ટ્રથી 25 ટન ડુંગળી ભરીને એક ટ્રક ડીસા માર્કેટયાર્ડમાં આવી હતી અને માર્કેટયાર્ડ જતી વખતે ચંદ્રલોક રોડ પરથી ટ્રક પસાર થઈ રહી હતી.
તે દરમિયાન અચાનક રોડની સાઈડમાં આવેલી ગટરના ખાડામાં ખાબકી હતી. ટ્રક ખાડામાં ખાબકતા જ આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને ટ્રકને બહાર નીકાળવાની કામગીરી હાથ ધરી હતી.
જોકે 25 ટન વજન ભરેલું હોવાના કારણે ટ્રકને ક્રેનની મદદથી બહાર કઢાઈ હતી. સતત ચાર કલાક સુધી ભારે જહેમત બાદ મહામુસીબતે આ ટ્રક બહાર નીકળી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ ગટરનું કામ બે દિવસ અગાઉ જ કરાયું હતું અને તે દરમિયાન આજે 25 ટન ભરેલી ટ્રક અચાનક તેના પરથી નીકળતા આ ઘટના બની હતી અને ટ્રક ગટરમાં ખાબકી હતી.