છેલ્લા 20 મહિનાથી બંધ થઈ ગયેલી સી પ્લેનની સેવાને લઈ NSUIના કાર્યકર્તાઓએ રિવરફ્રન્ટ પર રમકડાના વિમાન ઉડાડીને વિરોધ કર્યો હતો.
અમદાવાદ સાબરમતીથી કેવડિયા સુધીની ઉડાન ભરનાર સી પ્લેન 31 ઓક્ટોબર 2020ના રોજ શરૂ કરવામાં આવ્યું હતું. જે 10 એપ્રિલ 2021થી સેવા બંધ કરવામાં આવેલ છે. રાજ્ય સરકારે સી પ્લેન પાછળ 7 કરોડ 77 લાખ 65 હજાર 991 જેટલી રકમનો ખર્ચો કર્યો છે.
અમદાવાદમાં NSUI દ્વારા આજે રિવર ફ્રન્ટ પર રામકડાના પ્લેન ઉડાવી સી પ્લેન બંધ હોવાનો વિરોધ કરવામાં આવ્યો હતો.NSUI દ્વારા આક્ષેપ કરાયો છે કે કરોડો રૂપિયાના ખર્ચે સી પ્લેન શરૂ કરવામાં આવી હતી અને તેટલી ઝડપથી જ બંધ પણ કરી દેવાઈ છે. આશ્રમ રોડ વલ્લભસદન રિવર ફ્રન્ટ ખાતે NSUIના કાર્યકરોએ રમકડાના પ્લેન લાવી પાણીમાં ઉડાવ્યા હતા. આ પ્લેન ઉડાવી NSUIએ નારા સાથે સરકારનો વિરોધ પણ કર્યો હતો