મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં વર્તમાન રાજ્ય સરકારના સફળ કાર્યકાળના 100 દિવસ પૂર્ણ થવાના અવસરે વિડીયો કોન્ફરન્સ યોજાઇ
પાલનપુર કલેક્ટર કચેરી ખાતેથી કલેક્ટરશ્રી આનંદ પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નિલ ખરે સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ જોડાયા
રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં વર્તમાન રાજ્ય સરકારના સફળ કાર્યકાળના 100 દિવસ પૂર્ણ થવાના અવસરે રાજ્યના મંત્રીશ્રીઓ, અધિકારીશ્રીઓ,પદાધિકારીશ્રીઓ તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં આજે ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ યોજાઇ હતી. જેમાં પાલનપુર કલેક્ટર કચેરી ખાતેથી કલેક્ટરશ્રી આનંદ પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નિલ ખરે સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ જોડાયા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે વચનપાલન સાથે જનસેવા માટેના સુશાસનને ચરિતાર્થ કરતા ‘સાથ, સહકાર અને સેવાના 100 દિવસ’ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ માનનીય વડાપ્રધાનશ્રીની અમૃતકાળમાં વિકસિત ભારત બનાવવાની સંકલ્પના સાકાર કરવામાં ગુજરાતને અગ્રેસર રાખવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતાં જણાવ્યું કે, ‘ટીમ ગુજરાત’ પ્રાયોરિટી, પોલિસી અને પર્ફોર્મન્સના આધારે વિકાસની યાત્રા મક્કમતાથી આગળ વધારી રહી છે. મુખ્યમંત્રીશ્રી ભૂપેદ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની ટીમ ગુજરાતના સાથ, સહકાર અને સેવાના ૧૦૦ દિવસ સફળતાપૂર્વક પૂર્ણ થઇ રહ્યા છે ત્યારે આ ૧૦૦ દિવસમાં સરકાર દ્વારા લેવામાં આવેલા જનહિતલક્ષી અને પરિણામલક્ષી નિર્ણયોને જન જન સુધી પહોંચાડવા અંગે અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.