ભવન્સ કૉલેજ ડાકોર, ગુજરાતી અનુસ્નાતક વિભાગનાં પ્રા.રાણા બાવળિયા દિલ્હી સાહિત્ય અકાદમી દ્વારા શાંતિનિકેતન( પશ્ચિમ બંગાળ)નાં સાહિત્યિક અને સાંસ્કૃતિક પ્રવાસે. 

ભારતીય વિદ્યાભવન ડાકોર કેન્દ્ર સંચાલિત, ભવન્સ કૉલેજ ડાકોર, ગુજરાતી અનુસ્નાતક વિભાગનાં પ્રા.રાણા બાવળિયા જે ગુજરાતી સાહિત્યમાં યુવાકવિ તરીકે ખ્યાતિ ધરાવે છે જે તારીખ ૦૮/૦૩/૨૦૨૩ થી ૧૭/૦૩/૨૦૨૩ સુધી શાંતિનિકેતનનાં સાહિત્યિક પ્રવાસ ગયા હતા. દિલ્હી સાહિત્ય અકાદમી ભારતીય ભાષાઓમાં સાહિત્ય સર્જન કરતા સર્જકોને 'ઓથર ટ્રાવેલ ગ્રાન્ટ' યોજના દ્વારા પોતાના રાજ્યની બહાર સાહિત્યિક અને સાંસ્કૃતિક પ્રવાસે મોકલે છે. દિલ્હી સાહિત્ય એકાદમી દ્વારા વર્ષ ૨૦૨૨-૨૩માં ગુજરાતમાંથી રાણા બાવળિયાને સાહિત્યિક અને સાંસ્કૃતિક પ્રવાસે મોકલ્યા હતા. કવિવર રવીન્દ્રનાથ ટાગોરની કર્મભૂમિ શાંતિનિકેતનમાં આવેલ વિશ્વભારતીનાં જુદા જુદા વિભાગ અને આખા પરિસરમાં રવીન્દ્રભવન, કલાભવન, સંગીત ભવન, નાટ્યઘર, પુસ્તકાલય, પ્રાર્થના મંદિર તેમજ આસપાસનાં સ્થળોની મુલાકાત લીધી હતી. કવિએ શાંતિનિકેતનમાં ચાર દિવસ રોકાઈને સાહિત્યિક અને સાંસ્કૃતિક વાતાવરણનો અભ્યાસ કર્યો હતો. કવિ રાણા બાવળિયા લખે છે કે, 

પ્રણયની એક આ અંતિમ નિશાની હોય છે કાયમ,

હવે આ વાંસળીની જાતમાંથી સૂર થઇ જાવું.