ડીસામાં સામ સામે મારામારી અને રિક્ષામાં તોડફોડ થતાં કુલ 7 લોકો સામે ફરિયાદ નોંધાઈ, પોલીસે વધુ તપાસ હાથ ધરી..

ડીસા તાલુકા ના સમશેરપુરા ગામ પાસે રસ્તા પર ચાલવા બાબતે રીક્ષા ચાલક સાથે બોલાચાલી બાદ સામસામે મારામારી થઈ હોવાની ઘટના સામે આવી છે..

જે મામલે સામ સામે કુલ સાત લોકો સામે ફરિયાદ નોંધાતા ડીસા તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે..

ડીસા તાલુકાના ગામે આખોલ ગામે રહેતા રોહિતસિંહ રાઠોડ અને શિહોરી તાલુકાના બુકોલી ગામે રહેતા રાહુલ ઠાકોર રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાત ચલાવે છે..

તેમજ ગત રાત્રે 11 વાગે આ બંને સમશેરપુરા ગામે વડલા પાસે ઉભા હતા, તે સમયે બંને વચ્ચે રસ્તા બાબતે બોલાચારી થઈ હતી અને બાદમાં ઉશ્કેરાઈ જતાં ટોમી વડે હુમલો કરી ગાડદા પાટુ મારી સામસામે મારામારી થઈ હતી..

તેમજ રિક્ષામાં પણ તોડફોડ કરી હતી..

બનાવને પગલે આજુ બાજુ ના લોકોના ટોળેટોળા એકઠાં થયા હતા અને મારામારી કરતા બને પક્ષના લોકો ને છોડાવ્યા હતા..ત્યાર બાદ બંને ઈજાગ્રસ્તો ડીસા તાલુકા પોલીસ મથકે પહોંચ્યા હતા..

જ્યાં સામસામે કુલ સાત લોકો સામે ફરિયાદ નોંધાવી હતી. ડીસા તાલુકા પોલીસે બંને પક્ષની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે..