મહુવા તાલુકાના ખરવાણ ગામે માટી ભરેલ ટ્રક વિજપોલ તોડી ડાંગરના ખેતરમાં પલટી જતા ચાલકનો આબાદ બચાવ થઈ જવા પામ્યો છે પ્રાપ્ત માહિતી અનુસાર રાત્રી દરમિયાન માટી વહન કરતી ટ્રક મહુવા તાલુકામાં બેફામ દોડતી જોવા મળી રહી છે ત્યારે આજરોજ તારીખ 28.03.2023ના રોજ વહેલી સવારે લગભગ 6.30 થી 7:00 કલાકના અરસામાં ખરવાણ ગામની સીમમાં ખરવાણથી દેદવાસણ જતાં માર્ગ પર માજી ડે. સરપંચ ધર્મેન્દ્રભાઈ ગણપત ભાઈ પટેલના ઘર નજીક માટી ભરેલ ટ્રક નંબર Gj.05.UU.5054ના ચાલકે સ્ટેયરિંગ પરનો કાબૂ ગુમાવતા ટ્રક રોડની સાઈડના ચાલુ લાઈનના વિજપોલ તોડી બાજુના ખેતરમાં પલટી મારી ગઈ હતી જો કે આ અકસ્માતમાં સદનસીબે જાનહાનિ ટળી જવા પામી હતી સ્થાનિકો મદદે પહોંચી જેસીબી મશીનના મદદથી ટ્રકને બહાર કાઢવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી ત્યારે રાત્રી દરમિયાન માટી વહન કરતા અને બેફામ દોડતી ટ્રક સામે મહુવા પોલીસ લાલ આંખ કરે તે ખૂબ જ જરૂરી બની ગયું છે