થરા કોલેજમાં મેરેથોન દોડનું પ્રસ્થાન કરાવ્યું

કાંકરેજ તાલુકા કેળવણી મંડળ સંચાલિત શ્રી સેવંતીલાલ અમૃતલાલ સુરાણી વિદ્યાસંકુલ, શ્રીમતી કાન્તાબેન કીર્તિલાલ શાહ આર્ટસ એન્ડ શ્રીમતી લીલાવતીબેન બાપુલાલ ગુંજારીયા કોમર્સ કોલેજ થરા અને જી૨૦ અંતર્ગત ‘Environment and Climate Change ’ અન્વયે પર્યાવરણ જાગૃતિ કેળવાય તે હેતુથી સ્પોર્ટસ , એન.એસ.એસ. અને એન.સી.સી યુનિટના ઉપક્રમે તા.૨૮-૦૩-૨૦૨૩ના રોજ પૂર્વ શિક્ષણ મંત્રીશ્રી(ગુજરાત સરકાર) અને હાલના બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખશ્રી કીર્તિસિંહજી વાઘેલાના હસ્તે યુવાનોને લીલીઝંડી આપી કોલેજ કેમ્પસથી મેરેથોન દોડનું પ્રસ્થાન કરાવેલ.પ્રારંભે કોલેજના આચાર્યશ્રી ડૉ.ડી.એસ.ચારણ દ્વારા ભાગ લેનાર ઉત્સાહિત યુવાનો ફિટનેસ માટે સજાગ થાય અને સ્વાસ્થ્ય તંદુરસ્ત રહે તથા અભ્યાસમાં મન પરોવાય તેમજ જીવનશૈલીમાં પરિવર્તન આવે તે અંગે અનુરોધ કરેલ.માનનીય શ્રી કીર્તિસિંહજી વાઘેલાએ આજના યુવાનોને સંબોધીને યુવાન શારીરિક માનસિક રીતે સ્વાસ્થ્ય અને સક્ષમ બને તે સમજાવતા આજનું યુવાધન જે ફાસ્ટફૂડ અને કેમીકલ યુક્ત ખોરાક તરફ ધકેલાઈ રહયું છે ત્યારે તે ઓર્ગેનિક ખોરાક તરફ વળે , ફેફસાં, પાચનતંત્રની નબળાઈમાંથી બહાર આવી સ્વાસ્થ્ય સુધારવા અને ખાસ તો વિદ્યાર્થીઓ અને નાગરિકોમાં જાગૃતતાનો પ્રચાર પ્રસાર થાય તે માટે આહવાન કરેલ . સમગ્ર કાર્યક્રમનું સુચારું સંચાલન સ્પોર્ટસ વિભાગના પી.ટી.આઈ. પ્રા. વાઘુભાઈ દેસાઈ દ્વારા કરવામાં આવ્યું.

અહેવાલ માનસિંહ ચૌહાણ કાંકરેજ