પોલીસ અધિક્ષક હીમકરસિંહ તેમજ નાયબ પોલીસ અધીક્ષક જે.પી.ભંડારી અમરેલી નાઓએ અમરેલી જીલ્લામાં ગેરકાયદેસર પ્રવૃતિ કરતા ઇસમોને પકડી તેઓના વિરૂધ્ધમા કાયદેસરની કાર્યવાહી કરવા તેમજ શરીર સબંધી તથા મિલ્કત વિરૂધ્ધના ગુન્હાઓ અટકાવવા તેમજ અનડીટેક્ટ ગુનાઓ શોધી કાઢવા માટે પો.સ્ટે. વિસ્તારમા સધન પેટ્રોલીંગ કરવા તેમજ આરોપીઓ શોધી કાઢવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય,જે અનુસંધાને 

અમદાવાદ શહેર ઓઢવ પોલીસ સ્ટેશનમા ગુ.ર.નં.૧૧૧૯૧૦૩૭૨૩૦૨૨૫/૨૦૨૩ આઈ.પી.સી.ક. ૩૬૩ તથા જાતીય ગુના સામે બાળકોને રક્ષણ આપતો અધીનિયમ ૨૦૧૨ની કલમ ૧૮ મુજબનો ગુનાના કામના આરોપીઓને નાઈટ પેટ્રોલીંગમા વાહન ચેકીંગ દરમ્યાન શંકા પડતા પુછપરછ કરતા.

આરોપીઓએ અમદાવાદ ખાતેથી ભોગ બનનારનુ અપહરણ કરી ભગાડી ગયેલ હોય,આરોપીઓને પકડી લઈ CRPC કલમ ૪૧(૧)(આઇ) મુજબ હસ્તગત કરી આગળની કાયદેસરની કાર્યવાહી થવા અમદાવાદ શહેર ઓઢવ પોલીસને જાણ કરવામા આવેલ છે.

પકડાયેલ આરોપીઓની વિગત

(૧) રવિભાઈ રમણભાઈ ઓડ ઉ.વ.૨૮, ધંધો પ્રા.નોકરી, મુળ રહે. અમદાવાદ, નાની દેવતી, તા.જી.અમદાવાદ, હાલ રહે. ઓઢવ, મુકેશભાઈના કારખાનામા, જય કેમીકલ સામે, અમદાવાદ,

(૨) ઘનશ્યામભાઈ કાનજીભાઈ ચૌહાણ ઉ.વ.૪૪, ધંધો.મજુરી,મુળ રહે. ભોજપરા, જી. રાજકોટ, હાલ રહે.ભુણાવા ગામના પાટીયા પાસે, ધર્મેશભાઈના કારખાનામાં,જી.રાજકોટ,

આ કામગીરી કરનાર અધિકારી /કર્મચારીઓ

લાઠી પોલીસ સ્ટેશનના પો.ઇન્સ એમ.એ.આંબલીયા તથા અના એ.એસ.આઈ. શક્તિસિંહ કે. ગોહીલ તથા હેડ કોન્સ. કૌશિકભાઈ પી. તાવડે તથા પો.કોન્સ રમેશભાઇ ડી. કોતર તથા પો.કોન્સ. વિશ્વજીતસિંહ વિ. ગોહિલ તથા પો.કોન્સ શૈલેષભાઈ ડી. કામળીયા તથા પો.કોન્સ. ઘનશ્યામભાઈ પી. ખાટરીયા દ્વારા કરવામા આવેલ છે.

રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી.