સાબરકાંઠા ના વડાલી રેલવે ફાટક પાસે મીટ કારોબારી ની સુમો નંબર જીજે.02. બીડી. 6596 કે જેમાં મીટ એક સ્થળ થી બીજા સ્થળ પર લઇ જવાઈ રહ્યું હતું તેને કેટલાક ગૌ રક્ષકો ઘ્વારા ગાડી રોકી જપા જપી કરી હતી જેમાં સુમોના ડ્રાંઇવર સહીત ગાડીમાં બેસેલ બે મીટ કારોબારીઓ ને ઢોર માર મારવામાં આવતા વડાલી ગામ નું વાતાવરણ તંગ બન્યું હતું અને બંન્ને કોમ ના લોકો આમને સામને આવી ગયા હતા, આ બાબત ની જાણ થતા વડાલી ના પીએસઆઇ એન.આર.ઉમટે ઘટના સ્થળ પર પહોંચી મામલો શાંત કર્યોં હતો અને પંચનામું કરી કાયદેસર ની કાર્યવાહી કરી સુમો માં થી મળેલ માસ ને એફ.એસ.એલ. માટે લેબોરેટરી મોકલી દેવામાં આવ્યું હતું.

વાતાવરણ તંગ દેખાતા જિલ્લા પોલીસ વડા વિશાલ વાઘેલા ના વડપણ હેઠળ એલ.સી.બી.,એસ.ઓ.જી. સહીત ના અન્ય પોલીસ સ્ટાફ એકશન મોડમાં આવી અગમ ચેતી ના રૂપે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો, અને વાતાવરણ ને શાંત કરી દીધું હતું જયારે ઇજા પામેલ મીટ વેપારી ને સારવાર માટે વડાલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મોકલી દેવામાં આવ્યા હતા મોડી રાત્રે મળતી માહિતી મુજબ વડાલી માં અજંપા ભરી સ્થતિ જણાતી હતી.

મીટ વ્યવસાઈ એ તેમના ઉપર હુમલો કરનાર રમેશભાઈ અંબાલાલ સગર

વી એલ સગર

વિક્રમ ભાગું

ઇશ્વર ભાઈ સગર

કમલેશ સુરેશભાઈ સગર

જનકભાઈ પટેલ સહીત અન્ય પાંચ લોકો પર ફરિયાદ દાખલ કરાવાઈ હતી.

ઇઝા પામેલ લોકો :

સમીર અકામાં

ફરહાદ ભાઈ

સાહીલ રફીકખાન કાઝી

રોમાન સિંધી