ગળતેશ્વર ના સેવાલિયા નજીક અમદાવાદ-ઇન્દોર હાઇવે ઉપર આવેલ મહારાજના મુવાળા ચેકપોસ્ટ પર સેવાલીયા પોલીસના જવાનો વાહન ચેકીંગમાં હતા ત્યારે ઇન્દોરથી રાજકોટ તરફ જતી એચ કે ટ્રાવેલ્સ લકઝરી બસ નંબર GJ 01 ET 9905માં તલાશી લેતા સ્લીપર કોચમા એક ઈસમ પોલીસને જોઈને ગભરાઈ ગયો હતો જેથી પોલીસે સક જતા તેની તલાશી લેતા તેની પાસેથી કાળા કલરની બેગ માંથી 1 નંગ લોખંડની દેશી રિવોલ્વર સાથે 1 નંગ જીવતો કારતુસ મળી આવ્યો હતો પોલીસે 1 નંગ રિવોલ્વર કિંમત 5,000 1 નંગ કારતુસ કિંમત 500 મોબાઈલ નંગ 1 કિંમત 3000 મળી કુલ રૂ.8725 કિંમતનો મુદ્દામાલ કબ્જે લઈ સેવાલીયા પોલીસે આરોપી કિશનસિંહ ઠાકુર રહે.બિરધા ઉત્તરપ્રદેશનાઓ વિરુદ્ધ આર્મ્સ એકટ મુજબનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

રિપોર્ટર: રીઝવાન દરિયાઈ

ખેડા: ગળતેશ્વર