ભારતીય જનતા પાર્ટી ધારી તાલુકા મહિલા મોરચા પ્રમુખ હિનાબેન રાવલ ના અધ્યક્ષ સ્થાને રાખડી પોતાના નિવાસસ્થાને તૈયાર કરી દેશના યશસ્વી વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીને મહિલા મોરચા દ્વારા રાખડી મોકલવામાં આવી છે.
મોદી સાહેબ સ્વસ્થ અને નિરોગી રહે દેશની આન બાન શાન હમેશા વધારે એવી શુભકામનાથી રક્ષાસુત્ર મોકલવામાં આવી
જ્યારે દેશની વાત આવે ને મારા વીર જવાન ને આ દેશની બેન કેમ ભુલે?
વીર જવાનો સાચા હીરો છે જે ટાઢ- તડકો અતિ કપરી પરિસ્થિતિમાં પણ દેશની સરહદે રક્ષા માટે પોતાના પરિવાર ને છોડી આપડી રક્ષા કરે છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મહિલા મોરચો પણ ઉપસ્થિત રહી અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો
રીપોર્ટર.. ભરતભાઈ ખુમાણ રાજુલા/અમરેલી