લાખણી (મેરૂજી પ્રજાપતિ)

લાખણી તાલુકાના કોટડા ગ્રામ પંચાયતની આકારણી નં. ૮૫ ની ૧૧૧૫ ચો.મી. નો પ્લોટ ડેરીનું નવું મકાન બનાવવાનું હોય કોટડા દૂધ ઉ. મંડળી ના મંત્રી નારણજી તેજાજી દરગાજી અને ચેરમેન રગાજી કાનાજી દરગાજી પિતરાઈ ભાઈઓ દ્વારા મનસ્વી વહીવટ કરી ઉપરોક્ત ગ્રામપંચાયતના તાબા તળે નો પ્લોટ મંત્રી નારણજી ની માલિકીનો દર્શાવી દૂધ મંડળીના (ગ્રાહકોના) રૂ. ૪૪લાખ પોતાના ખિસ્સામાં મૂકી ખરીદ કરાયેલ. અને બાંધકામની પ્રક્રિયા હાથ ધરેલ.ડેરીના મંત્રી નારણજી કુકલે ગ્રાહકોના ડેરીના રૂ.૪૪ લાખચૂકવી વાડી ને પૂછી રીગણા તોડતા દલા તરવાડી અને વાડી વાળી વાતને સાર્થક કરી વેચનાર અને ખરીદ કરનાર એકજ પાર્ટી નારણજી કુકલ હોઈ ચાઉ કર્યા ના આક્ષેપ સાથે મસમોટા ભ્રષ્ટાચારને લઈ ચકચાર ફેલાઈ જવા પામેલ. કથિત ભ્રષ્ટાચાર સામે ગ્રામ્યજનો એ હાઈ કોર્ટમાં અરજ કરેલ.ઉચ્ચ ન્યાયાલય આ બાબતે લાગતા વળગતાઓ ને તપાસ કરવા અને નિયમાનુસાર કાર્યવાહી કરવા હુકમ કરેલ છતાં તાજેતરમાં કોટડા ગ્રામપંચાયત દ્વારા નિયમને નેવે મૂકી પ્રક્રિયા પૂર્ણ કર્યા વગર ઠરાવ નં. ૫ ના બહાના તળે બાંધકામની પરવાનગી અપાતા જાગૃત નાગરિક દ્વારા કોટડા ગ્રામપંચાયતના નિર્ણય સામે બનાસકાંઠા જિલ્લાપંચાયતમાં અરજી નં૨૧/૨૩ દાખલ કરાયેલ. જે બાબતે કોટડા દૂધ મંડળી નું બાંધકામ અટકાવવા મનાઈ હુકમ ફરમવાયેલ છે.