પાટડી તાલુકાના સાવડા ગામના રહેવાસી અને ઈન્ડિયન આર્મીમાં ફરજ બજાવતા જવાનનું પશ્ચિમ બંગાળમાં ફરજ દરમિયાન હાર્ટઅટેક આવવાના કારણે નિધન થતા ગામમાં ગમગીની છવાઈ ગઈ છે. જવાનના પાર્થિવ દેહને આજે વિમાન માર્ગે અમદાવાદ લાવવામાં આવ્યો હતો. આજે રવિવારે તેમના વતનમાં લશ્કરમી માનસન્માન સાથે અંતિમવિદાય આપવામાં આવશે.પાટડી તાલુકાના સાવડા ગામના રહેવાસી અને ઈન્ડિયન આર્મીમાં ફરજ બજાવતા ગિરીશભાઈ રાઠોડ પશ્ચિમ બંગાળમાં ફરજ બજાવતા હતા. જ્યાં ફરજ દરમિયાન આવેલો હ્રદયરોગનો હુમલો જીવલેણ સાબિત થયો હતો. સાવડા ગામમાં જવાનના નિધનના સમાચાર મળતા ગામમાં શોકનો માહોલ છવાયો છે. મૃતક જવાનના પાર્થિવ દેહને આજે અમદાવાદ લાવવામાં આવ્યો હતો. આજે સાવડા ગામમાં માનભેર અંતિમ વિદાય આપવામાં આવશે.
ઈન્ડિયન આર્મીમાં ફરજ બજાવતા જવાનનું પશ્ચિમ બંગાળમાં ફરજ દરમિયાન હાર્ટઅટેક આવવાના કારણે નિધન થતા ગામમાં ગમગીની છવાઈ ગઈ
![](https://storage.googleapis.com/nerity.com/uploads/photos/2023/03/nerity_25fd74f9a14a39e9c75491ce74be5972.webp)