કાલોલ તાલુકાના મોકળ ગામે રહેતા ભુપેન્દ્રભાઈ સાલમસિંહ ચૌહાણની 23 વર્ષીય પુત્રી અનીશાબેનના લગ્ન આજથી 9 માસ પહેલા હાલોલ તાલુકાના રવાલીયા ગામે મોટા ફળિયામાં રહેતા જીગ્નેશભાઈ ગજેન્દ્રભાઈ પરમાર સાથે થયા હતા જેમાં 9 માસના દાંપત્ય જીવન દરમિયાન જીગ્નેશભાઈએ અનિશાબેન ઉપર વહેમ રાખી અવાર નવાર શારીરિક તેમજ માનસિક ત્રાસ ગુજારવાનું શરૂ કર્યું હતું અને ઝઘડો કરી કહેતા હતા કે તું તારા પિયરમાં જતી રહે પરંતુ પોતાનો ઘર સંસાર સાચવવા અનીશાબેન પતિનો ત્રાસ કરી પિયરમાં જતા ન હતા જેમાં તા.23/03/2032ના રોજ બપોરના જીગ્નેશભાઈએ અનિશાબેન પર ખોટો વહેમ રાખી બોલાચાલી કરી મારઝૂડ કરતા ફળિયાના માણસો ભેગા થયા હતા જેમાં ફળિયાના માણસોએ જીગ્નેશભાઈ ને સમજાવવા છતાં જીગ્નેશભાઈએ તેઓની વાત ન માની અનીશાબેનના પિતાને ફોન કરી અનિષાબેનના પિતા ને કહ્યું હતું કે આનીશાબેનને તેડી જાઓ તેમ કહી તેઓને પણ ગાળો બોલતા આખરે પતિના શારીરિક તેમજ માનસિક ત્રાસથી કંટાળી અનિશાબેને પોતાના શરીરે કેરોસીન છાંટી સળગી જવાનો પ્રયાસ કર્યો હતો જેમાં સળગી જઈ શરીરે દાઝી ગયેલા અનિશાબેનને તાત્કાલિક સારવાર અર્થે વડોદરાની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાંથી અનિશાબેને પોતાના પતિ જીગ્નેશભાઈ સામે હાલોલ રૂરલ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.