ધરપકડ: પાલનપુર રેલવે સ્ટેશનથી 1.67 લાખના ગાંજા સાથે કર્ણાટકનો મુસાફર ઝડપાયો

Sponsored

देव क्लासेज व मून रेस्टॉरेंट - बूंदी

देव क्लासेज व मून रेस्टॉरेंट की ओर सभी कोटा एवं बूंदी वासियों को नवरात्री, दशहरा तथा दीपावली की हार्दिक शुभकामनायें |

પાલનપુર રેલવે સ્ટેશને પ્લેટફોર્મ નંબર 2-3 ઉપર ટ્રેનમાંથી ઉતરેલા મુસાફરની બેગમાંથી પોલીસે રૂપિયા 1.67 લાખના ગાંજાનો જથ્થો કબ્જે લીધો હતો. મહેસાણા બોડીવોર્ન કેમેરા ચાર્જિંગમાં મુકવા ગયેલા પાલનપુર રેલવેના કર્મીઓને ટ્રેનમાં મુસાફરની ચાલચલગત શંકાસ્પદ લાગતાં તેમણે ફોનથી જાણ કરતાં કર્ણાટકના બેલગામના શખ્સને ઝડપી લેવાયો હતો. 

પાલનપુર રેલવે પોલીસના કર્મચારીઓ મહેસાણા બોડીવોર્ન કેમેરા ચાર્જિંગ કરી પુરી-અજમેર એક્સપ્રેસ ટ્રેનના કોચ નંબર બી/6માં બેસી પાલનપુર આવી રહ્યા હતા. ત્યારે એક શખ્સની ચાલ ચલગત શંકાસ્પદ લાગી હતી. આથી તેમણે પાલનપુર રેલવે પોલીસ મથકે ફોન કરી જાણ કરી હતી. દરમિયાન ટ્રેન પાલનપુર રેલવે સ્ટેશને પ્લેટફોર્મ નં. 1/2 ઉપર આવીને ઉભી રહેતા તેમાંથી ઉતરેલા કર્ણાટકના ગંજમ જિલ્લાના બેલગામના શ્રીધર કરુણાકર પાનીગ્રાહીને ઉભો રાખી તેની પાસેની બેગની તલાસી લીધી હતી.

જેમાંથી રૂ.1,64,040નો ગાંજાનો જથ્થો 16.404 કિ.ગ્રામ મળી આવ્યો હતો. આ અંગે રૂપિયા ટ્રોલીબેગ, કોલેજીયન બેગ, મોબાઇલ ફોન તેમજ રોકડ રૂ.2660 મળી કુલ રૂપિયા 1,67,550નો મુદ્દામાલ કબ્જે લીધો હતો. જેની સામે પાલનપુર રેલવે પોલીસ મથકે ગૂનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.