માળીયા હાટીના તાલુકા ના ભાખરવડ ગામેં હાલ વિકાસ ની કામગીરી હાથ ધરવામાં આવી છે ભાખરવડ ગામ ની જો વાત કરવામાં આવે તો ગામ ના રસ્તાઓ રફ હાલત માં હતા જેથી ગામ લોકોને મુશ્કેલીઓ પડતી હતી અને લોકો ત્રાહિ ત્રાહિ પોકારી ગયા હતા તેમજ ચોમાચા દરમિયાન પણ વરસાદના પાણી ને લઈ ને લોકોને અવર જવર કરવામાં ગંદકીમાંથી પસાર થવું પડતું હતું ત્યારે ભાખરવડ ગામ ના સરપંચ ભુપતભાઇ રવૈયા અને માતરવાણિયા ગામ ના યુવા સરપંચ યશ પટેલ દ્વારા વિકાસ ના કાર્ય માટે પ્રયત્નો કરવામાં આવતા  ભાખરવડ ગામે રૂ.19 લાખ ના ખર્ચે 2700 ફૂટ બ્લોકનું કામ મંજુર કરવામાં આવ્યું હતું જેનું આજથી ખાત મુર્હત કરવામાં આવ્યું હતું ત્યારે આ કાર્ય ચાલુ કરવામાં આવતા ઉપ સરપંચ ભીખુભાઇ રવૈયા ,સહિત ગામના આગેવાનો ઉપસ્થિત રહિયા હતા.જ્યારે ભાખરવડ ગામે વિકાસ ના કાર્ય ચાલુ થતા ગામ લોકો માં આનંદ ની લાગણી જોવા મળી હતી

રિપોર્ટ :- પરેશ વાઢીયા (વાઢીયા ભાઈ)

સંપર્ક :- 9925095750