ખંભાત તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા ત્રણ દિવસથી કમોસમી વરસાદ વરસતા ખેડૂતોના તૈયાર પાકોને વ્યાપક નુકસાન પહોંચ્યું છે જેને કારણે ખેડૂતોને આર્થિક મુશ્કેલીઓ ઊભી થઈ છે.

ખંભાતના ધારાસભ્ય ચિરાગભાઈ પટેલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તેમજ કૃષિ મંત્રી રાવજીભાઈ પટેલ ને લેખિતમાં રજૂઆત કરતા જણાવ્યું છે કે, ખંભાત પંથકમાં વરસાદ વરસતા ઘઉં, તમાકુ, ચણા, જીરું સહિતના પાકોને વ્યાપક નુકસાન પહોંચ્યું છે જેને કારણે ખેડૂતો દેવામાં જતા રહ્યા હોઈ આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ખેડૂતોને વરસાદથી થયેલા પાકોના નુકસાનનું વળતર મળે તે માટે સત્વરે સર્વેની કાર્યવાહી હાથ ધરવામાં આવે.

(સલમાન પઠાણ - ખંભાત)