બનાસકાંઠા જિલ્લામાં ગૌમાતા પોષણ યોજના સહાયના પ્રથમ તબક્કામાં 30 દિવસની સહાય અને બીજા તબક્કામાં 62 દિવસના ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર સહિત ત્રણ માસની સહાયની રકમ મોટાભાગની સંસ્થાઓને ચૂકવાઈ છે પરંતુ કેટલીક ગૌશાળા પાંજરાપોળને પૂર્તતા કરવા માટે બેઠક યોજાઈ હતી.
ડીસા તાલુકાની કેટલીક ગૌશાળા પાંજરાપોળને જરૂરી દસ્તાવેજો તેમજ CCTV કેમેરા લગાવવામાં વિલંબ કરવાથી તેઓને સહાય ચૂકવાઇ નથી. જે બાકી દસ્તાવેજો અને CCTV લગાવી દેવાથી ત્રીજા તબક્કામાં ચૂકવાઈ જશે.
પરંતુ નિયમોનુસાર માંગેલા દસ્તાવેજો અને જરૂરી સૂચનાનું પાલન અમુક સંસ્થાઓ દ્વારા મોડું કરવાથી બાકીની સંસ્થાઓને પણ સહાય મળવામાં વિલંબ થયેલ છે. આ વખતે ત્રીજા તબક્કાની જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ સહાયની રકમ 31 માર્ચ પહેલા દરેક સંસ્થાઓને ચુકવણી કરવાની હોઈ દરેક આ વખતે દરેક સંસ્થાઓને સમયસર જરૂરી દસ્તાવેજો અને સૂચના મુજબની કામગીરી પૂર્ણતા માટે ડીસા તાલુકાના પશુ ચિકિત્સક દ્વારા ડીસાની 13 સંસ્થાઓ સાથે મીટીંગ રાખી હતી.
અને એક સાથે તમામ સંસ્થાઓની અરજી મેળવી તેમાં જરૂરી વિગતો પૂરી કરી સહાય માટે અલગ બેંક એકાઉન્ટ ખોલાવી તેની વિગત 2 દિવસ સુધીમાં જમા કરાવવા સુચના આપી હતી. જેથી ડીસા તાલુકાની તમામ સંસ્થાઓની નિયમોનુસાર તમામ માહિતી મેળવી કાર્યવાહી સરળ બની શકે અને ઝડપથી સહાય મળી શકે.