આજરોજ તા 22/3/2023 ના રોજ આઉટ પોસ્ટ ખાતે રામનવમી તથા પવિત્ર રમજાન માસ ના તહેવાર નિમિત્તે ખાંભા પીએસઆઇ એમ. ડી. ગોહિલ. સાહેબ દ્વારા બેઠક બોલવામાં આવી હતી જેમાં ડેડાણ ગામના આગેવાનો ડેડાણ દરબાર શ્રી મહેશભાઈ કોટીલા. સરપંચ ના પ્રતિનિધિ અલારખભાઈ પઠાણ.

કોળી સમાજ પ્રમુખ બાબુભાઇ મકવાણા. ઘાંચી સમાજ પ્રમુખ મજીદભાઈ ટાંક. બ્રહ્મ સમાજ પ્રમુખ દતેશભાઈ જાની. ઉપ સરપંચ ઘનશ્યામભાઈ કચ્છી. સહિતના હિન્દૂ મુસ્લિમ સમાજ ના આગેવાનો હાજર રહ્યા હતાં.અને આગામી રામનવમી તથા રમજાન માસ ના આવતા તહેવારો ને લઈને ચર્ચા કરવામાં આવી હતી અને બન્ને સમાજ ના આગેવાનો દ્વારા ખાતરી આપવામાં આવી હતી કે અમારા ગામમાં દરેક તહેવારો અમે હિંદુ મુસ્લિમ સમાજ સાથે મળીને ઉજવીએ છીએ અને એકબીજા સાથે ભાઈચારા થી રહીએ છીએ