અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂ (IMFL)ની કુલ બોટલ નંગ-૩૯૫ કિ.રૂ.૧,૧૪,૯૧૧/- ની હેરફેર કરતા એક ઇસમને વાહન સહિત કુલ
કિં.રૂ.૪,૨૪,૯૧૧/- નાં મુદ્દામાલ સાથે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.
ભાવનગર રેન્જ આઇ.જી. ગૌતમ પરમાર નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાંથી દારૂ-જુગારની બદી દુર કરવા પ્રોહી-જુગારના કેસો કરવા સુચના આપેલ હોય,
અમરેલી પોલીસ અધિક્ષક હિમકર સિંહ નાઓએ અમરેલી જીલ્લામાથી દારૂની બદી દુર કરવા પ્રોહિબીશનના વેચાણ, સંગ્રહ અને હેરફેરની પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી તેમના ઉપર સફળ રેઇડ કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય.
જે અન્વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. એ. એમ. પટેલ નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી.ટીમ તા.૨૧/૦૩/૨૦૨૩ નાં રોજ અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય, તે દરમિયાન બાતમી રાહે હકીકત મળેલ કે,
એક સફેદ કલરની મારૂતિ સ્વીફટ કારમાં ગેરકાયદેસર ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો ભરી સાવરકુંડલાથી અમરેલી તરફ આવે છે, તેવી ચોક્કસ બાતમી આધારે એલ.સી.બી.ટીમ અમરેલી તાલુકાના ગોખરવાળા ગામ પાસે આવેલ શેત્રુંજી નદીના પુલ ઉપર વોચમાં રહી,
એક ઇસમને ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો, મોબાઇલ ફોન તથા ફોર વ્હીલ કાર સાથે ઝડપી લઇ પકડાયેલ ઇસમ તથા મુદ્દામાલ અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.
પકડાયેલ આરોપી -
ઘનશ્યામ નાનજીભાઇ મેર, ઉ.વ.૩૩, રહે.અમરેલી, રોકડીયાપરા, તા.જિ.અમરેલી,
પકડાયેલ મુદ્દામાલઃ-
(૧) મેકડોવેલ્સ નંબર- ૧, કલેકશન વ્હીસ્કી ઓરીજનલની ૭૫૦ એમ.એલ.ની બોટલો નંગ-૧૭૯ કિ.રૂ.૫૧,૭૩૧/-.
(૨) રોયલ ચેલેન્જ, ફાઇન રીઝર્વ વ્હીસ્કીની ૭૫૦ એમ.એલ.ની બોટલો નંગ-૧૦૮, કિ.રૂ.૨૯,૧૬૦/-
(૩) ઓલ સિઝન્સ, ગોલ્ડન કલેકશન રીઝર્વ વ્હીસ્કીની ૭૫૦ એમ.એલ.ની બૉટલ નંગ-૧૦૮, કિ.રૂ.૩૪,૦૨૦/- મળી.
કુલ બોટલ નંગ- ૩૯૫ જેની કિ.રૂ.૧,૧૪,૯૧૧/- તથા એક ફોર વ્હીલ ગાડી કિ.રૂ.૩,૦૦,૦૦૦/- તથા એક મોબાઇલ ફોન જેની કિ.રૂ.૧૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ. ૪,૨૪,૯૧૧/- નો મુદ્દામાલ.
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક હિમકરસિંહ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. એ.એમ.પટેલ તથા પો.સ.ઈ. એમ.બી.ગોહિલ તથા પો.સ.ઇ. એમ.ડી.સરવૈયા તથા એલ.સી.બી. ટીમના એ.એસ.આઇ. યુવરાજસિંહ રાઠોડ, જીગ્નેશભાઈ અમરેલીયા, ઘનશ્યામભાઇ મકવાણા તથા હેડ કોન્સ. રાહુલભાઇ ચાવડા, અજયભાઇ સોલંકી તથા પો.કોન્સ. શિવરાજભાઈ વાળા, તુષારભાઇ પાંચાણી દ્વારા કરવામાં આવેલ છે.
રિપોર્ટર.ભરતભાઈ ખુમાણ અમરેલી.