પાણી આપણા માટે એક એવો વારસો છે જેને આવનારી પેઢી માટે સંભાળીને રાખવો ખૂબ જ જરૂરી છે. ત્યારે સમગ્ર વિશ્વમાં ૨૨ માર્ચને વિશ્વ જળ દિવસ તરીકે મનાવવામાં આવે છે. આ દિવસ ઉજવવા પાછળનો હેતુ લોકોને પાણી બચાવવા પ્રેરણા આપવાનો, પાણીનું મહત્વ સમજવાનો તેમજ પાણીને વેડફાતું અટકાવીને તેનું યોગ્ય વ્યવસ્થાપન કરવાનો છે.  

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

               “જળ એ જીવન છે” આ ઉક્તિ આપણાં ગુજરાતે સાચા અર્થમાં સાકાર કરી છે. આઝાદીના અમૃત મહોત્સવ દરમિયાન દેશમાં ગ્રામ્ય વિસ્તારોમાં પાણીની સ્થિતિ સુધારવા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ 75 અમૃત સરોવરનાં નવનિર્માણ અને નવિનીકરણનું આહ્વાન કર્યું હતું. જે અંતર્ગત સૌ બોટાદવાસીઓ માટે ગૌરવની વાત છે કે, કેન્દ્ર સરકારશ્રીના ગ્રામ વિકાસ મંત્રાલય દ્વારા બિહારમાંથી એક અને ગુજરાતમાંથી બોટાદ જિલ્લાના ગઢડાના ઉગામેડી ખાતે લોકભાગીદારીથી નિર્માણ કરાયેલા તળાવની સમગ્ર દેશમાંથી અમૃત સરોવર તરીકે પસંદગી કરવામાં આવી છે.

*ગઢડા તાલુકાના ઉગામેડી ગામે છે અદભુત અમૃત સરોવર*

બોટાદ જિલ્લાના ગઢડા તાલુકામાં આવેલા ઉગામેડી ગામમાં નમૂનારૂપ અદભુત અમૃત સરોવર નિર્માણ પામ્યું છે, પ્રકૃતિ સંવર્ધન અને પાણીના સ્ત્રોત તરીકે સિંહફાળો આપી શકે તેવા વિરાટ પાણી સંગ્રહ ઉપરાંત પ્રાકૃતિક વાતાવરણમાં બોટીંગની પણ લોકો મજા માણી શકે તેવી સુંદર વ્યવસ્થા અહીં કરવામાં આવી છે. આ તળાવ વિસ્તારમાં અસંખ્ય વૃક્ષો પણ ઉછેરવામાં આવતા પ્રાકૃતિક વાતાવરણ સાથે રમણીય તળાવની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, આ અમૃત સરોવરની લંબાઇ 515 મીટર છે, જ્યારે સરોવરનો વિસ્તાર 12.74 એકર છે. 

           પાણી વિકાસની પારાશીશી છે અને આધાર પણ છે. ત્યારે બોટાદ જિલ્લામાં કાર્યરત મુખ્ય સિંચાઈ યોજનાની વાત કરીએ તો...

*ખાંભડા સિંચાઈ યોજના*

ખાંભડા સિંચાઇ યોજના બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના ખાંભડા પાસે, ઉતાવળી નદી ઉપર બાંધવામાં આવી છે. આ યોજનાનો કુલ ડુબાણ વિસ્તાર 296.07 હેક્ટર છે. યોજનામાં કુલ 7 વર્ટીકલલિફ્ટ ગેટ છે. ખાંભડા સિંચાઇ યોજનાનો લાભ આસપાસના વિસ્તારમાં આવેલા બરવાળા તાલુકાના ખાંભડા, બેલા તથા કુંડળ ગામને મળી રહ્યો છે.

*લીંબાળી સિંચાઈ યોજના*

લીંબાળી સિંચાઇ યોજના બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના લીંબાળી ગામ પાસે આવેલી છે. આ યોજના જિલ્લા મથક બોટાદથી 40 કિ.મી. તેમજ તાલુકા મથક ગઢડાથી 15 કિ.મી.ના અંતરે છે. આ યોજનાના પિયત વિસ્તારમાં ગઢડા તાલુકાનું રામપરા ગામ છે.

*માલપરા સિંચાઇ યોજના*

માલપરા સિંચાઇ યોજના બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના માલપરા ગામ પાસે સિતાપરી નદી પર છે. માલપરા સિંચાઈ યોજનામાં કુલ પિયત વિસ્તાર 930 હેક્ટર છે, જેમાં બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ૪ ગામો માલપરા, આંકડીયા, ઘોઘાસમડી, ગુંદાળાની જમીનને નહેરના પાણીથી પિયત આપવામાં આવે છે.

*उप-कर्तुम् यथा सु-अल्पम्, समर्थो न तथा महान् |*

*प्रायः कूपः तृषाम् हन्ति, सततम् न तु वारिधिः ||*

અર્થાત પાણીનો એક નાનો કૂવો લોકોની તરસ બુઝાવી શકે છે, પરંતુ મોટો સમુદ્ર આવું કરી શકતો નથી. ઘણી વખત એક નાનો પ્રયાસ કેટલાક મોટા નિર્ણયો કરતાં પણ મહત્વરપૂર્ણ પૂરવાર થાય છે. ત્યારે ચાલો આજે આપણે પણ નાનો પણ મહત્વપૂર્ણ સંકલ્પ કરીએ કે પાણીને બચાવવા, તેના સંરક્ષણ અને સંવર્ધન માટે હંમેશા પ્રયત્નશીલ રહીશું.

Dharmendra lathigara Botad