ઉત્તર ગુજરાત અને દક્ષિણ રાજસ્થાનના તબીબોની પેટના રોગો અંગે કોન્ફરન્સનું સૌપ્રથમ વાર ભવ્ય આયોજન....
ઉત્તર ગુજરાત અને દક્ષિણ રાજસ્થાનના પાચનતંત્રનાં તબીબોની "એડવાન્સ ગેસ્ટ્રોકોન" બે-દિવસીય કોન્ફરન્સનુ સૌ પ્રથમવાર માઉન્ટ આબુ ખાતે આયોજન કરવામાં આવ્યુ હતું... આ પ્રસંગે ગ્લોબલ હોસ્પિટલ એન્ડ રીસર્ચ સેન્ટરના કાર્ડિયોલોજી અને મેડિસિન વિભાગના ડાયરેક્ટર ડો.સતિષ ગુપ્તાના વરદ હસ્તે દિપ પ્રાગટય કરી આ કોન્ફરન્સનો શુભારંભ કરવામા આવ્યો હતો.
એડ્વાન્સ ગેસ્ટ્રોકોન કોન્ફરન્સમાં ગુજરાત રાજયના પાચનતંત્ર ના રોગોના પ્રખ્યાત, અનુભવી-નિષ્ણાત ગેસ્ટ્રો એનટ્રોલોજીસ્ટ ડો.નિલય મહેતા, ડો.વેંકટ અય્યર, ડો.વૈભવ સોમાણી, ડો.ધૃવિન શાહ, ડો.રાધિકા ચવન તથા ડો.સંજય રાજપુતની ટીમે તજજ્ઞ તરીકે વિશેષ ઉપસ્થિત રહી પેટ-લીવર અને આંતરડાનાં વિવિધ રોગ અને તેના નિવારણ બાબતે ઓડિયો-વિઝ્યુઅલ પ્રેઝન્ટેશન દ્વારા વિશેષ સમજ આપવામાં આવી હતી.
આ કોન્ફરન્સમાં ઉતર ગુજરાત અને દક્ષિણ રાજસ્થાનના 130 થી વધુ સર્જન અને ફીઝીશીયન ઉપસ્થિત રહ્યાં હતાં.
આ સમગ્ર કાર્યક્રમનું આયોજન બનાસકાંઠાના નામાંકિત ફિઝીશિયન ડો.સુરેન્દ્ર ગુપ્તાના માર્ગદર્શન હેઠળ તેમના સુપુત્ર અને ઉત્તર ગુજરાત અને દક્ષિણ રાજસ્થાનનાં એકમાત્ર ગેસ્ટ્રોએન્ટ્રોલોજીસ્ટ ડો.એકાંત ગુપ્તા દ્રારા કરવામાં આવ્યુ હતું.
આ કોન્ફરન્સનું સફળ સંચાલન ભૂમિ ગુપ્તા અને ડો હેમેન્દ્ર જોષી દ્વારા કરવામાં આવ્યુ હતું. આ દ્વિ-દિવસીય કોન્ફરન્સને સફળ બનાવવા નિર્દોષ ગુપ્તા,મોનિકા ગુપ્તા, સતિષ ગુપ્તા,નયન ચત્રારિયા,જયંતભાઇ પટેલ,અમિત પટેલ,ભગવાનભાઇ મણવર સહિત મગનભાઇ ઠાકોરે ભારે જહેમત ઉઠાવી હતી...