છેલ્લા 15 દિવસથી વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે જેને કારણે જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો છે. આજરોજ ખંભાતના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદને કારણે ખેતી પાકોને નુકસાન પહોંચ્યું છે ગ્રામ્ય વિસ્તાર એવા નગરા પત્તરિયાપુરા, મોતીપુરા, રંગપુર જીણજ, સોખડા, પાલડી,કંસારી, નવાગામ સહિતના વિસ્તારોમાં સાંજના સુમારે કમોસમી વરસાદ વરસ્યો હતો જેને કારણે તમાકુ તેમજ ઘઉં સહિતના ખેતીના પાકોને ભારે નુકસાન પહોંચ્યું હતું હાલ ખેડૂતો મૂંઝવણ ભરી સ્થિતિમાં મુકાયા છે તો બીજી તરફ અચાનક કમોસમી વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.
(સલમાન પઠાણ-ખંભાત)