ઘોઘંબાના શિક્ષક રાજેશકુમાર પટેલને બ્રિટિશ પાર્લામેન્ટ લંડન હાવર્ડ રેકોર્ડમાં સ્થાન દરજ્જો પ્રાપ્ત કરવાની સિદ્ધિ મેળવી સમગ્ર ભારત ગુજરાત સહિત પંચમહાલ ઘોઘંબાનું નામ વિશ્વ સ્તરે રોશન કરવાનું ગૌરવ પ્રાપ્ત કરતા ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રીશ્રી કુબેરભાઈ ડીંડોર દ્વારા રેકોર્ડ સર્ટિફિકેટ અને મેડલ એનાયત કરાયો હતો. 

પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાની દુધાપુરા પ્રાથમિક શાળાના શિક્ષક સામાજિક સેવાઓ કરવા બદલ હાવર્ડ વર્લ્ડ રેકોર્ડમાં ગવર્મેન્ટ અને વિશ્વપ્રસિદ્ધ સંસ્થા દ્વારા પોતાના વિષય "આઝાદી કા અમૃત મહોત્સવ" નિમિત્તે ૭૫ જેટલા દિવ્યાંગોને વિના મૂલ્યે ટ્રાઈ સાયકલ અર્પણ કરી સમાજમાં અને દેશ માટે ઉત્તમ કામગીરી કરતા ભારતીય શિક્ષક માટે ગૌરવની વાત છે. હાવર્ડ વર્લ્ડ રેકોર્ડ નો એવોર્ડ મેળવનાર ભારતના ગુજરાત રાજ્યના પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના દુધાપુરા પ્રાથમિક શાળાના સમાજસેવામાં વિશિષ્ટ વ્યક્તિત્વ ધરાવતા પટેલ રાજેશકુમાર માવાભાઈ તેઓએ દિવ્યાંગ લોકોને મૈત્રી મંડળ સેવા ટ્રસ્ટ મુંબઈ-વડોદરા- આણંદના માધ્યમથી ત્રણ પૈડા વાળી સાયકલ વિનામૂલ્ય અર્પણ કરી અને ખૂબ ઉલ્લેખનીય કામગીરી કરી છે, ત્યારે તેમને 9001 2015 સર્ટિફાઇડ કંપની વોશિંગ્ટન ડીસી યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકાથી સિદ્ધિ મેળવેલ છે .રાજેશભાઈ પટેલ દ્વારા પંચમહાલ, દાહોદ અને મહિસાગર, ડાંગ જિલ્લાના વિવિધ દિવ્યાંગો તથા જરૂરિયાત મંદ લોકોને ઘરમાંથી બહાર નીકળી અને કામ ધંધો કરી શકે તે માટે ઉત્તમ બીડુ ઝડપ્યું હતું. અને તેઓની નોંધ વિશ્વ કક્ષાએ તેમ જ દેશમાં ખૂબ પ્રચલિત થઈ છે. અને અક્ષરધામ મંદિર ગાંધીનગરમાં સ્વામિનારાયણ સંસ્થા ના અભય દર્શન સ્વામી દ્વારા આવનાર સમયમાં તેઓ ઊંચી સિદ્ધિઓ પ્રાપ્ત કરે તેવા આશીર્વાદ પણ આપવામાં આવ્યા છે. રાજેશકુમાર પટેલ દ્વારા શિક્ષણ કાર્યની સાથે આજ દિન સુધી મર્યાદિત સમયમાં 93 ટ્રાઇસિકલ દિવ્યાંગજનો સુધી વિનામૂલ્યે પહોંચાડવાનું ઉમદા કાર્ય કરેલ છે.