ભાવનગર રેન્જ આઇ.જી. ગૌતમ પરમાર નાઓએ ભાવનગર રેન્જના જીલ્લાઓમાં ઘાડ,લુંટ ચોરી જેવા ગંભીર ગુન્હાનાઓ કરી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવાની સુચના આપેલ હોય,
જે અનુસન્ધાને અમરેલી પોલીસ અધિક્ષક હિમકરસિંહ નાઓના સીધા માર્ગદર્શન અને સુચના હેઠળ, તેમજ નાયબ પોલીસ અધિક્ષક એચ.બી વોરા નાઓની જરૂરી સુચના આધારે
સને ૨૦૧૬ મા મોટી કુંકાવાવ રોડ શ્યામ ડેરીના મકાનના રૂમમા ફરીયાદી રાત્રીના સમયે સુતેલ હતા.
આ કામના આરોપીઓએ ગેરકાયદેસર પ્રવેશ કરી ફરીયાદી ને ગળા ઉપર બે હાથથી દબાવી ગળાના ભાગે ઇજા પહોંચાડી,
રોકડ રકમ, ઘડીયાળ, તેમજ ઓફિસના ખાના માંથી રોકડ રકમની લૂંટ કરી મદદગારીનો ગુનો કરેલ
જેમા નાસતો ફરતો આરોપી
મનસુખભાઇ સીસકાભાઇ ઉર્ફે જીચકાભાઇ પરમાર ઉ.વ.૨૫, ધંધો. મજુરી,રહે.હાલ મોરબી, વાઘપર, મુળ રહે.રૂપાખેડા, માળી ફળીયા, તા,રાણાપુર, જી.જાંબુઆ, રાજ્ય મધ્યપ્રદેશ,
વાળૉ આરોપી રાજુલા બસ સ્ટેન્ડ ખાતે વડોદરા તરફ જવાની બસની રાહ જોય ઉભેલ હોય,જે અન્વયે રાજુલા પો.સ્ટે. ના પોલીસ ઇન્સ્પેકટર જે.એન પરમાર નાઓને મળેલ ચોકકસ બાતમી આધારે રાજુલા પો.સ્ટે. ના સર્વેલન્સ સ્કોર્ડના હેડ કોન્સ. ભીખુભાઇ સોમાતભાઇ ચોવટીયા તથા હેડ કોન્સ હરપાલસિંહ વિક્રમસિંહ ગોહિલ તથા હેડ.કોન્સ સંજયભાઇ કનુભાઇ ઘાંઘળ તથા પો.કોન્સ. હરેશભાઇ ભાયાભાઇ વાળા વિ. પોલીસ સ્ટાફ દ્વારા
અમરેલી તાલુકા પો.સ્ટે.ના ગુ.ર.નં.૦૧૧૪ ૨૦૧૬ ઇ.પી.કો.કલમ ૩૯૪,૩૯૫,૪૫૨,૧૧૪ મુજબના ગુન્હાના કામેપ કડવાનો બાકી અને પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા છેલ્લા સાત વર્ષથી નાસતા ફરતાં આરોપીને
રાજુલા બસ સ્ટેન્ડ પાસેથી ચોકકસ બાતમી આધારે આરોપી શોધી કાઢી મજકુર આરોપી વિરૂધ્ધ CRPC કલમ ૪૧(૧) આઇ મુજબ કાર્યવાહી કરી અમરેલી તાલુકા પો.સ્ટે.ને સોંપવા તજવીજ કરેલ છે.
• પકડાયેલ આરોપીની વિગત-
મનસુખભાઇ સીસકાભાઇ ઉર્ફે જીચકાભાઇ પરમાર ઉવ.૨૫ ધંધો મજુરી રહે.હાલ મોરબી વાઘપર, મુળ રહે.રૂપાખેડા, માળી ફળીયા, તા.રાણાપુર,જી,જાંબુઆ, રાજ્ય મધ્યપ્રદેશ,
→ કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી-
રાજુલા પો.સ્ટે.ના પોલીસ ઇન્સ જે.એન પરમાર તથા સર્વેલન્સ સ્કોર્ડના હેડ કોન્સ તથા હેડ.કોન્સ.જયભાઇ કનુભાઇ ઘાઘળ તથા પો.કોન્સ. હરેશભાઇ ભાયાભાઇ વાળા તથા ભીખુભાઇ સોમાતભાઇ ચોવટીયા તથા હેડ કોન્સ. હરપાલસિંહ વિક્રમસિહ ગોહિલ દ્વારા કરવામાં આવેલ છે.
રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી