સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ મંદિર ખાતે 22 માર્ચથી છોલેલા શ્રી ફળ લઈ જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ગંદકી અને પ્રદૂષણ ફેલાતું હોવાને કારણે શ્રી કાલિકા માતા મંદિર ટ્રસ્ટ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે તો બીજી તરફ શ્રીફળ વધેરવા માટે મંદિર ટ્રસ્ટ દ્વારા માચી ખાતે આયોજન કરવામાં આવ્યું છે જેમાં માંચી ખાતે બે જેટલાં ઓટોમેટિક ઇલેક્ટ્રિક મશીન મુકવામાં આવ્યા છે જ્યાં ભક્તો છોલયા વગરના આખા શ્રીફળ વધેરી શકશે એક તરફના મંદિર ટ્રસ્ટનાં નિર્ણયને લઈ સ્થાનિક વેપારીઓમાં નારાજગી જોવા મળી રહી છે ચૈત્રી નવરાત્રીને લઈ વેપારીઓએ શ્રી ફળનો મોટો જથ્થો ખરીદી મૂડી રોકાણ કર્યું છે નવરાત્રિને લઈ કેટલાક વેપારીઓએ એ દેવું કરીને શ્રીફળનો જથ્થો મંગાવ્યાનુ જણાવી રહ્યાં છે ત્યારે ટ્રસ્ટ દ્વારા અચાનક લેવામાં આવેલા નિર્ણયને કારણે વેપારીઓને મોટું નુકસાન વેઠવાનો વારો આવી શકે છે તેમ વેપારી જણાવી રહ્યા છે યાત્રાધામ પાવાગઢ તળેટી લઈ નિજ મંદિર સુધી 400 થી વધારે શ્રી ફળ ની દુકાનો આવેલી છે જ્યા નાનાં મોટાં વેપારીઓ શ્રી ફળ સહિત પુજા પાઠની સામગ્રી સાથે ચુંદડી નો વેપાર કરી રહ્યા છે

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं