હાલોલ નગરના બસ સ્ટેન્ડ નજીક પાવાગઢ રોડ પર હજીરા પાસે ઈંડાની લારી ચલાવતા મકમુદ્દીન કયુંમુદ્દીન સૈયદ રહે. ઘોડા પીર,અરાદ રોડ હાલોલની ઈંડાની લારીની પાસે શનિવાર રોજ સાંજના પાંચ વાગ્યાની આસપાસ એક યુવાન ત્યાં ઘસી આવ્યો હતો અને એકાએક જ યુવાને હાથમાં પિસ્તો લેહરાવી પિસ્તોલ વાળો હાથ ઊંચો કરી એક પછી એક એમ હવામાં બે રાઉન્ડ ફાયરિંગ કરતા ખળભળાટ સાથે દહેજત માહોલ પેદા થવા પામ્યો હતો. જેમાં યુવાને બેખોફ થઈ હવામાં બે રાઉન્ડ ફાયરિંગ કરતા ઈંડાની લારી ચલાવતા મકમુદ્દીન સહિત આસપાસની નાસ્તાની લારીઓના સંચાલકોમાં ફફડાટ સાથે ડર વ્યાપી ગયો હતો જે બાદ ફાયરિંગ કરનાર યુવાન મકમુદ્દીનની લારી પર ઘસી આવ્યો હતો અને તેને ગાળો બોલી ડુંગળી મરચાં કાપવાનો છરો ઉઠાવી ત્યાં નજીક પડેલી મોટર સાયકલ પર બેસી પાવાગઢ રોડ તરફ ફરાર થઈ ગયો હતો જેમાં બનાવ અંગે તાત્કાલિક હાલોલ ટાઉન પોલીસને જાણ કરાતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી જ્યારે હજીરા ખાતે હવામાં ફાયરિંગ થયું હોવાના બનાવની નગરમાં જાણ થતા નગર ખાતે ચકચાર મચી જવા પામી હતી જ્યારે હવામાં બે રાઉન્ડ ફાયરિંગ કરનાર યુવાન વિશે પોલીસે પૂછપરછ કરી યુવાનને ઝડપી પાડવા માટેની દોડધામમાં જોતરાઈ હતી જેમાં પોલીસે અલગ અલગ ટીમો બનાવી ઈંડાના લારીના સંચાલક સહિત આસપાસના લોકોના વર્ણનના આધારે હજીરા પાસે આવી હવામાં ફાયરિંગ કરી ખોફનો માહોલ ઊભો કરનાર યુવાનને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી તેની પાસેથી એક ઓટોમેટીક હાથ બનાવટની પિસ્તોલ જેની અંદાજ કિંમત 15000/- રૂપિયા ગણી શકાય તેમજ ઇંડાની લારી પરથી ઉઠાવેલ છરા સાથે યુવાનને ઝડપી પાડી તેનું નામ પૂછતા યુવાને પોતાનું નામ ઇમરાન ઉર્ફે ટાઈગર મકરાણી રહે. બાસ્કા તા.હાલોલનાઓ હોવાનુ જણાવતા પોલીસે તેની સામે ઈંડાના લારીના સંચાલક મકમુદ્દીન સૈયદની ફરિયાદના આધારે ગુનો નોંધી આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરી બેખોફ થઈ ઇમરાન ઉર્ફે ટાઈગરે ક્યા કારણોસર હવામાં ફાયરિંગ કર્યું તેમજ તેની પાસે પિસ્તોલ જેવું હથિયાર કેવા સંજોગોમાં આવ્યું અને કોણે આપ્યું તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.