રાજકોટમાં આજે રવિવારના દિવસે માઠા સમાચાર સામે આવ્યા છે. વધુ એક યુવાનનું ક્રિકેટ રમતા રમતા મોત નિપજ્યું છે. યુવાન સવારે ક્રિકેટ રમવા મિત્રો સાથે ગયો હતો. બેટિંગ કરી આ યુવાન જ્યારે પરત ફર્યો ત્યારે તેને મેદાન ઉપર એકાએક એટેક આવતા મોતને ભેટ્યો હતો. આવું પહેલીવાર નથી થયું. છેલ્લા દોઢ મહિનાથી રાજકોટમાં ક્રિકેટ ગ્રાઉન્ડમાં યુવાનોને હાર્ટએટેકથી મોતના સિલસિલા ચાલી રહ્યાં છે.
છેલ્લા 40 દિવસમાં રાજકોટમાં કુલ સાત જેટલા યુવાનોના હૃદય બેસી જવાના કારણે મોત થયાનું સામે આવ્યું છે. જે બતાવે છે રાજકોટના માથે મોટી ઘાત છે. એવુ તો શું છે કે રાજકોટમા ક્રિકેટ ગ્રાઉન્ડ પર જ યુવાનોની જીવ ભરખી જાય છે.
40 દિવસમાં 7 ના મોત
ઉલ્લેખનીય છે કે છેલ્લા 40 દિવસમાં રાજકોટમાં કુલ સાત જેટલા યુવાનોના હૃદય બેસી જવાના કારણે મોત થયાનું સામે આવ્યું છે. આ પહેલા પાંચ યુવાનો ક્રિકેટ રમતા રમતા હાર્ટ એટેક આવવાથી મોતને ભેટ્યા હતા. તો એક યુવાન ફૂટબોલની રમત રમતા મોતને ભેટ્યો હતો. બે દિવસ પહેલા એક યુવાન ઘરે કુદરતી હાજતે ગયેલો ત્યારે હૃદય બેસી જવાથી તેનું બાથરૂમમાં જ મોત થયાનું સામે આવ્યું હતું. આમ 24 થી 45 વર્ષની વયના છ યુવાનોએ હૃદય રોગના કારણે જીવ ગુમાવ્યો છે જે ચિંતાનો વિષય બન્યો છે.
રાજકોટમાં લોકોને ક્રિકેટ રમતા આવી રહ્યું છે મોત, વધુ એક શખ્સે ગ્રાઉન્ડ પર દમ તોડ્યો
હાર્ટએટેકથી સૌથી વધુ મોત રાજકોટમાં
યુવાનોમાં હાર્ટ એટેકની ઘટનાઓમાં દિવસે દિવસે વધારો થયો છે. જેમાં રાજ્યભરમાં રાજકોટમાં સૌથી વધુ યુવાનનું ક્રિકેટ રમતા એટેક આવવાના લીધે મૃત્યુ નીપજ્યું છે.
• આજે એક યુવકનું મોત
આજે રાજકોટમાં વધુ એક યુવાન રમતના મેદાનમાં રમતા રમતા ઢળી ગયો હતો. મયુર મકવાણા નામનો આ યુવાન પેલેસ રોડ ઉપર સોની કામ કરતો હતો. દર સપ્તાહની જેમ આ રવિવારે પણ પોતાના મિત્રો સાથે તે ક્રિકેટ રમવા માટે રેસકોર્સ ગયો હતો. જ્યાં દાવ લીધા બાદ મેદાન ઉપર ઉભો તો ત્યારે એકાએક મેદાન ઉપર જડી પડ્યો તેના મિત્રો એકત્ર થયા અને તેને 108 મારફતે તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. જ્યાં ફરજ પરના તબીબો એ તેને સિવિલ હોસ્પિટલમાં ખસેડવા કહ્યું હતું સિવિલ હોસ્પિટલમાં સારવાર મળે તે પહેલા જ આ યુવાનનું પ્રાણ પંખેરુ ઉડી ગયું અને પરિવારમાં કલ્પ સર્જાયો પરિવારજનો એ જણાવ્યું કે 45 વર્ષનો મયુર પરમાર એક પણ પ્રકારની બીમારી કે વ્યસન ધરાવતો ન હતો અને નિયમિત રૂપથી તે ક્રિકેટ રમતો હતો છતાં આજે તેનો એકાએક મોત થતા પરિવારજનોને દુઃખ સાથે આઘાત નો સામનો કરવો પડ્યો છે.