ડીસા (મેરૂજી પ્રજાપતિ)

ડીસા તાલુકાના રામપુરા ગામે તળાવ સહિત ૨૫૦ વિઘાનું કાચા અને પાકા દબાણ દૂર કર્યા બાદ ૨૦ વીઘા માં રમત ગમતનું સ્ટેડિયમ બનાવવા ની કામગીરી હાથ ધરેલ છે.જે આર્મી પોલીસ જેવી પરીક્ષા આપતા પરિક્ષાર્થી માટે રનિંગ અને શારીરિક કસરતો ની સવલતા પુરી પાડશે જ્યારે બૌદ્ધિક ઉન્નતિ માટે લાયબ્રેરી નો પાયો નખાયેલ છે.અને છતાં કોઈપણ અભિમાન વગર સરળતાથી ગ્રામજનોના આરોગ્ય ની વાત હોય કે પ્રાથમિક નાના મોટું ટાંપુ કરવા તત્પર હોય છે.દબાણો દૂર કર્યા બાદ જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નિલ ખરે ને રજૂઆત કરતા શ્રી જિલ્લાવિકાસ અધિકારી ના માનવીય અભિગમ થકી ઘરથાર પ્લોટ વિહોણા ગ્રામજનો માટે ગમતળ નિમ અને પ્લોટ ફાળવણી ની પ્રક્રિયા હાથ ધરેલ છે.

ઐતહાસિક તથ્યો મુજબ સત્તાના મદમાં ચડતો અહમનો નશો વ્યક્તિ અને સ્મિષ્ટિ માટે નુકશાનકર્તા સાબિત થાય છે. વર્તમાન સમયમાં એ નશાએ અનેક લોકસેવકોનો ભોગ લોધેલ છે. લોકસેવાની ખેવના સાથે રાજકીયનેતા બનેલ અને સત્તાધીશ બનતા એમનો પારો આસમાને આંબવા માંડે છે. નેતાજીએ એમના પાવરમાં રાખી સ્વાર્થસાધતા તત્વો અને નેતાજી આર્થિક ઉન્નતી કરે છે. પરંતુ લોકો અને શુભેચ્છકોના સ્થાને ચમચાગીરીનું સર્કલ ગોઠવાતું જાય છે. આ બાબતે ટકોર કરતા લોકોને દામ અને શામ,અને જરૂર પડ્યે ભેદ,દંડ નો ઉપયોગ કરી દબાવી દેવામાં આવે છે.એ ચેતવણી ભૂલી જાય છે.કે રહ્યા ન રાણા રાજીયા, સુરનર મુની સમેત,તું તો તરણાં તુલ્ય છે,માટે ચેત ચેત નર ચેત અને તુલસીદાસજીએ ૪૦૦ વર્ષ પહેલાં એવા લોકોનું દ્વાદશ વર્ષમાં એટલે ૨૦ વર્ષમાં પતન થવા નું કહ્યું છે.પણ લોકશાહીમાં સત્તાનું સિંહાસન પાંચવર્ષે ખસકે છે.અને પતિત થયેલ જે નેતા જિલ્લાના ચક્રવતી થઈ ને ફરતા હોયતે ગોબરા રોડ ઉપર બેઠા હોય તોય કોઈ ભોજીયોએ ભાવ પૂછતું નથી. પહેલી હરોળ થી લઈ બીજી અને ત્રીજી હરોળના એટલે કે સરપંચ થી સંસદ સુધી અને સંગઠન ના હોદ્દેદારો લોકસેવકોને અહમ નો ભોગ બનવું પડે છે. અને "અભિમાનસે જાત હૈ, રાજ,તેજ ઓર વંશ, તીનો તાળા દે ગયે કૌરવો રાવણ કંસ" હૃદયમાં લોકસેવા સ્મિષ્ટિના કલ્યાણની ભાવનાનો ભેખ લઈ નીકળેલ માનનીય નરેન્દ્રભાઈ મોદી જેવા એકલ દોકલ એકલવીરો સ્વબળે વડાપ્રધાન સુધી પહોંચી નેતૃત્વના પ્રેરણાસોત્ર બનતા હોય છે. જ્યારે અમુક રાજકીય નેતાના ભાઈ ભાડું કે સબંધી હોવાના કારણે જેમ આંગળાઓમાં વધતાનખ

જેવા હોય છે. તો અમુક નેતાજીની વાહવાહી કરી જેમ જેમ મસ્તિષ્ક ની શોભા વાળ વધારે છે.તેમ નેતાજી ની શોભા વધારતા વાળ જેવા હોય છે. અને એવા નેતાઓ માટે એક શુભાષિત માં કહેવાયું છે. સ્થાન ભષ્ટેન શોભંતે દંત, કેશ, નખ, નર ત્યારે જે લોકસેવકો નીરાભિમાની બની

લોકસેવા કરેતો સ્મિષ્ટિ અને સ્વ નું કલ્યાણ થઈ શકે છે. વર્તમાન સમયમાં જેનું ઉદાહરણ રામપુરા સરપંચ ગણપત ભીલડીયા બન્યા છે.