વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના હાંસાપુરા ગામે ડેરીવાળા ફળિયામાં રહેતા કલ્પેશકુમાર કલ્યાણસિંહ ચૌહાણ ઉં.વર્ષ 24 હાલોલની સફારી કંપનીમાં નોકરી કરતા હતા જેમાં નોકરી પર અવરજવર કરવા માટે તેઓ પોતાની હીરો કંપનીની સ્પ્લેન્ડર મોટર સાયકલનો ઉપયોગ કરતા હતા જેમાં નિત્યક્રમ મુજબ તા. 16/03/2023 રોજ રાત્રિના સુમારે સફારી કંપનીમાંથી નોકરી પરથી છૂટીને કલ્પેશભાઈ પોતાની મોટર સાયકલ પર બેસીને હાલોલ વડોદરા હાઇવે રોડ પર રહીને પસાર થઈ પોતાના ઘરે જઈ રહ્યા હતા તે દરમ્યાન રાત્રિના સુમારે હાઇવે રોડ પર રોયલ કુશન કંપની પાસે એક ટાટા કંપનીનું છોટા હાથી વાહન ઉભું રોડ પર હતું જેમાં રાત્રિના અંધકારમાં મોટર સાયકલના ચાલક કલ્પેશભાઈની મોટર સાયકલ છોટા હાથીના વાહનના પાછળના ભાગે ધડાકાભેર અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં અકસ્માતમાં કલ્પેશભાઈને શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા આસપાસથી અકસ્માત જોઈ દોડી આવેલા લોકોએ તેઓને હાલોલની રેફરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે કલ્પેશભાઈને જોઈ તપાસી મૃત જાહેર કર્યા હતા. જેમાં બનાવની જાણ થતા હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે કલ્પેશભાઈના પરિવારજનો દોડી આવ્યા હતા અને પોતાના જવાન જોધ લાડકવાયા પુત્રના મૃતદેહને જોઈ કલ્પાંત કરી મુકતા વાતાવરણમાં ગમગીની પ્રસરી ગઇ હતી જેમાં અકસ્માતના બનાવ અંગે કલ્પેશભાઈના પિતા કલ્યાણસિંહ ઉદેસિંહ ચૌહાણે હાલોલ રૂરલ પોલીસ મથકે છોટા હાથીના ચાલક સામે અકસ્માતની ફરિયાદ નોંધાવી હતી જેમાં છોટા હાથી વાહનના ચાલકે કોઈ સાઈડ લાઈટ કે સિગ્નલ બતાવ્યા વિના જ મુખ્ય હાઇવે રોડ પર આવતા જતા રાહદારીઓ તેમજ વાહન ચાલકોની જિંદગી જોખમાય તે રીતે પોતાનું વાહન ઊભું રાખતા અકસ્માત સર્જાયો હોવાની ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं