અંબાજી મંદિરમાં ગઈકાલે મોહનથાળ પ્રસાદ ચાલુ થયા બાદ આજે મોટી સંખ્યામાં ભક્તો મોહનથાળનો પ્રસાદ લેવા લાઈનો લગાવી હતી. ત્યારે ચીકીના પ્રસાદનું વિતરણ ઓછું થઇ રહ્યું છે.

અગાઉ અંબાજી મંદિરમાં મોહનથાળ બંને ચાલુ હતો. ત્યારે સામાન્ય દિવસોમાં 15,000 પેકેટ મોહનથાળનું વેચાણ થતું. ત્યારે ચીકી માત્ર 2500 પેકેટ જ વેચાતા હતા. જ્યારે પૂનમના દિવસે એક લાખ મોહનથાળના પેકેટ અને 15,000 ચીકીના પેકેટ વેચાતા હતા.

ત્યારબાદ જ્યારે મોહનથાળનો પ્રસાદ અંબાજી મંદિરમાં બંદ હતો. ત્યારે ચીકીનું વેચાણ વધ્યું હતું. 10 દિવસમાં આશરે 2 લાખ 12 હજાર પેકેટ ચીકીના વેચાયા હતા. પરંતુ જ્યારે ફરીથી મોહનથાળે મંદિરમાં એન્ટ્રી મારી ત્યારે ક્યાંકના ક્યાંક હવે ચીકી પ્રસાદ સાઈડમાં થઇ રહી છે.

કારણ કે મોહનથાળ એ જ્યારે 17/03/2023 મંદિરમાં એન્ટ્રી મારી ત્યારે ચીકીનું વેચાણ એક દમ ઘટી ગયું હતું. મોહનથાળ પ્રસાદના એન્ટ્રીની સાથે જ 14,000 પેકેટનું વેચાણ થયું હતું. ત્યારે ચીકી 1600 પર જ અટકી ગયી હતી.

મહત્ત્વની વાત એ છે કે, આજની તારીખમાં પણ માઇભક્તોની પહેલી પસંદ મોહનથાળ જ છે અને ભક્તો આજે ભાઈ મોહનથાળ જ લઇ રહ્યા છે. કારણ કે આ પ્રસાદ એ અંબાજી મંદિરની ઓળખ છે અને વર્ષોથી માઇભક્તો આ જ પ્રસાદ લેતા આવ્યા છે. કઈ શકાય કે મોહનથાળ પ્રસાદનો સ્વાદ ભક્તોની જીભે લાગેલો છે. એટલે જ ભક્તો મોહનથાળના પ્રસાદને જ પ્રાથમિકતા આપી રહ્યા છે.