હવામાન વિભાગ ની આગાહી ને લઈને બનાસકાંઠા ના પાંથાવાડા વિસ્તાર મા પવન અને કરા સાથે કમોસમી વરસાદ..

રાજ્યના હવામાન વિભાગ દ્વારા બનાસકાંઠા સહિત અનેક વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી કમોસમી વરસાદની આગાહી કરાઈ છે. અને તે જ અનુસાર આજે બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા,પાંથાવાડા સહીતના વિસ્તારોમા વાતાવરણમાં અચાનક પલટો આવ્યો અને પાંથાવાડા વિસ્તારમાં બપોર બાદ કમોસમી કરા અને પવન સાથે વરસાદની શરૂઆત થઈ. પાંથાવાડા સહીત આસપાસના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં બપોર બાદ એકાએક કરા સાથે કમોસમી વરસાદ થતાં સૌ કોઈ ચોકી ઉઠ્યું.

જો કે ઉનાળાની શરૂઆતમાં અષાઢી જેવો માહોલ સર્જાતાં થયેલા કમોસમી વરસાદને લઇ ખેડૂતોના જીવ પડી કે બંધાયા છે. મહત્વની વાત છે કે ખેડૂતોના રવિ સિઝનના પાકોનું કાપણીનો સમય ચાલુ છે અને તેવા સમયે જ કરા સાથે થયેલા કમોસમી વરસાદને લઈ ખેડૂતોના પાકોમાં વ્યાપક નુકસાન થવાની ભીતી સેવાઈ છે..