ઈસરવાડા પાસે અજાણ્યા ડમ્પર ચાલક કલર લઇને જતા યુવકના મોટરસાયકને ટક્કર મારી નાસી છૂટયો, ચાલક ઈજાગ્રસ્ત

તારાપુર વટામણ હાઇવે પર સાંજના ૬.૩૦ વાગ્યાના અરસામાં ઈસરવાડા નજીક મોટર સાયકલ પર કલરની ડોલો લઈને જતા યુવકના મોટર સાયકલને અજાણ્યા ડમ્પર ચાલકે પાછળથી ટક્કર મારતા મોટરસાયકલ ફંગોળાયું હતું અને મોટર સાયકલ પર લટકાવેલ કલરની ડોલો અને ડબલા હાઇવે પર વેર વિખેર થવા પામ્યા હતા અને કલર રોડ પર વિખરાઇ ગયો હતો.

અકસ્માતમાં મોટરસાયકલ ચાલકને ગંભીર ઈજાઓ થતાં ચાલકને ૧૦૮ મારફતે નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવેલ છે.

પ્રાથમિક તપાસમાં ઈજાગ્રસ્ત થનાર યુવક જયેશભાઇ પટેલ તારાપુરના વરસડા ગામના હોવાનું જાણવા મળ્યું છે મોટર સાયકલને પાછળથી ટક્કર મારી અકસ્માત કરનાર અજાણ્યો ડમ્પર ચાલક ડમ્પર લઈ નાસી છૂટયો હોવાનું જાણવા મળ્યું છે.. 

ખાસ રિપોર્ટ: ભાવેશભાઇ આંજણા પટેલ પપ્પુભાઇ તારાપુર મો. ૬૩૫૨૨૪૯૯૪૨